કોયડો – કુલ કેટલા વિદ્યાર્થીઓ?

પોતાના જન્મદિવસે એક વાલીએ એક શાળામાં દરેક છોકરાને રૂ. ૫૦ અને દરેક છોકરીને રૂ. ૩૦ આપવાનું નક્કી કર્યું.

કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે તે રૂપિયા ૪૦,૮૦૦ લઇ ગયો પરંતુ જે દિવસે આ રૂપિયા અપાયા ત્યારે ૪૦% છોકરાઓ ગેરહાજર હતા. બાકીના છોકરાઓને રૂ. ૫૦ લેખે આપતા અને છોકરીઓને રૂ. ૩૦ લેખે આપતા આપતા તેની પાસે રૂપિયા ૧૨,૦૦૦ વધ્યા.

તો શાળામાં કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ?

     –    નિરંજન મહેતા

૯૬૦….કારણ ?
રૂ. ૧૨૦૦૦ વધ્યા જે ગેરહાજર હતા તેના ભાગના.
એટલે કે રૂ. ૫૦ મુજબ ૨૪૦ વિદ્યાર્થીઓ ગેરહાજર.
જો ૨૪૦ ૪૦% હોય તો તો ૧૦૦% ૬૦૦. ૬૦% લેખે ૩૬૦ વિદ્યાર્થીઓ જેને રૂ. ૫૦ લેખે તેમણે કુલ રૂ. ૧૮૦૦૦ આપ્યા.
કુલ રૂ. ૨૮૮૦૦ (૪૦૮૦૦-૧૨૦૦૦) જેમાંથી રૂ. ૧૮૦૦૦ વિદ્યાર્થીઓને આપ્યા
એટલે બાકીના રૂ. ૧૦૮૦૦ વિદ્યાર્થીનીઓને આપ્યા.
રૂ.૩૦ લેખે વિદ્યાર્થીનીઓ સંખ્યા થઇ ૩૬૦
એટલે કુલ સંખ્યા ૯૬૦ –
છોકરાઓ ૬૦૦ અને છોકરીઓ ૩૬૦

2 thoughts on “કોયડો – કુલ કેટલા વિદ્યાર્થીઓ?”

  1. પ્રતિભાવ બદલ આભાર. સરખી સંખ્યા હોય તો કોયડો ન બને. વળી મોટે ભાગે છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા એક વર્ગમાં ઓછી હોય છે. રૂપિયાને બદલે કોઈ ચીજ રાખી હોત તો વધુ યોગ્ય થાત એ વાત માનું છું.

  2. Why Girls are degraded ?
    My suggestion : Replace rupees with Ladoo [ Or Barfi ] . Let Capacity of Consumption of each Boy is 5 Ladoos and that of each Girl is 3 Ladoos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *