‘બારે મેઘ ખાંગા થવા’ એટલે અતિશય વરસાદ થવો.
‘ખાંગું’ એટલે ‘વાંકું’ – ત્રાંસી ધારે એક બાજુ નમતો વરસાદ.
બારે મેઘ
ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.
-
ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
-
છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
-
ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
-
કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
-
પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
-
નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
-
મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
-
અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
-
મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
-
ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
-
પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
-
હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.
આવા ઘણા બધા શબ્દોની હળવાશ અહીં….
[૧૦૨૯]
૧૨ પ્રકારના મેઘનુ વર્ણન…
મોટાને પણ ખબર ન હોય તેવી વાત સરળતાથી સમજાવવા બદલ
.
ધન્યવાદ