ચાંદો સૂરજ રમતા’તા,
રમતાં રમતાં કોડી જડી,
કોડીના મેં ચીભડાં લીધા,
ચીભડે મને બી દીધાં,
બી મેં વાડે નાખ્યા,
વાડે મને વેલો આપ્યો,
વેલો મેં ગાયને નાખ્યો,
ગાયે મને દૂધ આપ્યું,
દૂધ મેં મોરને પાયું,
મોરે મને પીંછુ આપ્યું,
પીંછુ મેં બાદશાહને આપ્યું,
બાદશાહે મને ઘોડો આપ્યો,
ઘોડો મેં બાવળે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી,
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી,
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો,
ઘડો મેં કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યું,
પાણી મેં છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યું,
ફૂલ મેં મહાદેવને ચઢાવ્યું ,
મહાદેવે મને ભાઈ આપ્યો,
ભાઈ મેં ભોજાઈને આપ્યો,
ભોજઈએ મને ચણા આપ્યા,
ચણા ચણા ખાઈ ગયો,
ફોતરાંમેં ઘાંચીને આપ્યા,
ઘાંચીએ મને તેલ આપ્યું,
તેલ મેં માથે નાખ્યું,
માથાએ મને જૂ આપી,
જૂ મેં તળાવમાં નાખી,
તળાવે મને પાણી આપ્યું,
પાણીમેં આંબે પાયું,
આંબે મને કેરી આપી,
કેરી કેરી ખાઈ ગયો,
ગોટલો એ… પડ્યો
ઓટલા પાર⇒ ⇒⇒ ⇒ ⇒
સાભાર - ધ્વનિ – કંદર્પ [ બાલઘર ]