એક મિનિટ માટે પણ જેને નજરથી દૂર ના કરાય એનું નામ:
બાળ-વિરાજ
- એક જ મિનિટ નજરચૂક અને ઘણીવાર પલંગ પરથી પટકાયો છે.
- દાદરા ચઢવામાં પણ એમ જ આંચકો આપેલો.
- સાડા નવ મહિનાનો હતો ને સોફા પર મિલને પોતાની પાસે બેસાડેલો. મિલને વિચાર્યું 'વિરાજ ઉંધો ફરીને બારી સામે જુવે છે.' અને વિરાજ સોફા પર ચઢી ગયો.
- ગઇકાલે મિલને એને સૂવાડવા સમયે બારીમાં ચશ્મા રાખેલાં. એણે જોયેલાં. પણ ભર ઉંઘમાં મિલન પાસેથી છટકી શકાયેલું નંઇ. થોડીવારે ઉઠ્યો, એનો અવાજ સાંભળીને એની પાસે ગઇ. સફાળો જાગ્યો ને બારી સામે એણે જોયું, હું કંઇ વિચારું એ પહેલાં એણે ઉઠીને ચશ્મા લીધા. મેં મિલનને મોટા અવાજે કીધું ને એ ચમક્યો ને અડધો ઉંઘમાં પથારીમાં ગબડ્યો ને ચશ્માની દાંડી તૂટી ગઇ.
- બે દિવસ પહેલાં સોફાની બાજુમાં એક નાની ખુરશીમાં એને હાથમાં જામફળનો કટકો આપીને બેસાડેલો. એક મિનિટ માટે રસોડામાં ગઇ ને આવીને જોયું તો એ ખુરશી પર ઊભો થઇને ખુરશીના હાથા પર પગ ટેકવીને સોફા પર ચઢી ગયેલો.
- એક દિવસ રમવાનાં બોક્સના ટેકે સોફા પર ચઢીને છેક બારી પાસે ચઢીને બેઠેલો. {વાંદરો જ કે’વાઇ જાય)
- એક મિનિટ માટે નજર હટેલી કે બેઉ ભાઇ-બહેન રમે છે. ને આવીને જોયું તો ક્યાંય જડે નંઇ. ધબકારા ચૂકી જવાશે એવી ફિલીંગ થઇ કારણકે વિરાજ કંઇક ને કંઇક મોંમા નાંખી દે. શાંતિથી બાથરુમમાં કમોડમાં ઉંચે થઇને પાણી હલાવવાની કોશિશમાં લાગેલો.
- એક મિનિટ નજરચૂક થાય ને એ કંઇક ને કંઇક કોઇ ખૂણામાંથી ગોતીને મોંમા નાખી દે. ઘણીવાર જીવ અધ્ધર થઇ ગયો છે ને હજુય એ જ હાલ છે.
- વિરાજની ઉંઘ બહુ જ કાચી છે. બાજુના ઘરમાં પણ વેક્યુમ ક્લીનર ચાલે તો ઉઠી જાય. આમેય પાવર નેપ જ લે છે.
- મને રુમથી બહાર ગયેલી ઉંઘમાં પણ સૂઘી જાય છે. એ સૂઇ જાયે ત્યારે ઘણુંખરું એ જ રુમમાં રહીને પુસ્તક વાંચું છું કે ધ્યાન કરું છું.
- કમ્પ્યુટર વગેરે એની હાજરીમાં જાણે અશક્ય છે. એનો કેબલ પ્રેમ તરત બધું કામ ઠપ્પ કરી દે.
- આકાર, રંગ, કદ વગેરેની સમજ જાણે બરાબર છે. ગઇકાલે જિનાને કાકડીનો એક મોટો ટુકડો દીધો. વિરાજને બીજા ટુકડામાંથી ચાર પતલી ચીરી કરીને પ્લેટમાં દીધી પણ એને જિનાના હાથમાં હતું તેવું જ જોઇતું હતું. જ્યારે બીજો એક સરખો કાકડીનો ટુકડો દીધો ત્યારે જિનાની બાજુમાં બેસીને જાતે જ ખાધો.
- મહિનાથી ઝટપટ દાદરા ચઢે છે અને બે દિવસથી જાતે સાચવીને ઉતરે પણ છે.
- પલંગ પરથી અનેક વાર પટકાઇને ત્રણ દિવસથી જાતે સાચવીને ઉતરતાં શીખી ગયો છે.
- એ વખતની એની પ્રસન્ન મુખમુદ્રા આંખોમાં જડાઇ ગઇ.
- જાતે જ ખાવું બહુ જ ગમે છે. એ વાતે બહુ મોટું સુખ છે. ત્રણ મહિના બહુ કામ રહ્યું સફાઇનું. પણ હવે એ વાતે ઘણો આરામ છે. જો કે પ્રવાહી વસ્તુ માટેની ચેલેન્જ તો બાકી જ છે.
January 22, 2017