સાભાર - વેબ ગુર્જરી
શાહ નરેશ
શાળા- હિન્દુ અનાથ આશ્રમ, નડિયાદ
વરસો પહેલાંની વાત છે. કોઈ એક રામપુર નામનું ગામ હતું. ગામમાં રાજાનો મહેલ હતો. ત્યાં ત્રણ ચોર પણ રહેતા હતા. રાજાના મહેલમાં નસરુદ્દીન પણ રહેતા હતા.
એક દિવસ ગામમાં અંધારી રાત હતી. ત્યારે જોરદારપવન ફૂંકાતો હતો. લોકો પોતાના ઘરમાં બારી બારણાં બંધ કરીને સૂઈ ગયાં હતાં. એવામાં ત્રણ ચોર, આ ત્રણેય ચોર કાળા હતા. તેમણે રાજાના મહેલમાંથી ચોરી કરી અને જંગલ તરફ ભાગ્યા.
સવાર થઈ સૂર્યના કિરણો નીકળ્યા. પેલા ત્રણે ચોરને તરસ લાગી હતી. તે ત્રણેય કૂવા પાસે ગયા અને કૂવાને અડક્યા. જેવા તે કૂવાને અડક્યા કે તેમની પાસે એક સુંદર અપ્સરા આવીને ઊભી રહી. અપ્સરાએ કહ્યું કે, “હું તમારા ત્રણેયથી પ્રસન્ન થઈ છું. તમારા ત્રણેયની જે ઇચ્છા હોય તે મને કહો.” ત્રણમાંથી એક કાળિયાએ કહ્યું, “મને દૂધ જેવો સફેદ બનાવી દો.” અપ્સરાએ તથાસ્તુ કહ્યું. બીજા કાળિયાએ કહ્યું, “મને ચંદ્ર જેવો ધોળો બનાવી દો.” અને ત્રીજાને પૂછવામાં આવ્યું કે તારી કોઈ ઇચ્છા છે ? તો તેણે કહ્યું કે,“આ બંન્ને જણાને મારા જેવા કાળા બનાવી દો !”
આમ અઠવાડિયું વીતી ગયું. ગામમાં લગ્ન પ્રસંગ આવ્યો. ગામમાં લગ્ન પ્રસંગ આવે એટલે તરત જ મુલ્લા નવાબ જેવા બની જાય. સવારનો નાસ્તો કરવાનો ટાઈમ શરૂ થયો. બધાં લોકો નાસ્તો કરતાં હતાં. મુલ્લાએ મનમાં કહ્યું કે, “અત્યારે થોડો તો નાસ્તો કરવો પડશે, પણ જમણવારમાં તો મન ભરીને ઝાપટીશું !” એમ વિચારીને નાસ્તો કરવા બેઠા. ત્યારે તેમણે જોયું કે એમની પાછળ એક માણસ નાસ્તો કરતો હતો. તે આમ જુએ તેમ જુએ અને સૂકો મેવો ખિસ્સામાં સરકાવી દેતો. આ ક્યારનુંય મુલ્લા જોતા હતા. જટ દઈને મુલ્લા ઊભા થયા અને પાણીનો કૂંજો લઈ આવ્યા. અને પાણી ખિસ્સામાં નાખવા માંડ્યું. પેલા માણસે કહ્યું, “મુલ્લા ગાંડા થઈ ગયા છે કે શું ?” મુલ્લાએ કહ્યું,“ખિસ્સાને ખાધા પછી તરસ ન લાગે ! તે પૂરી કરવા આવ્યો છું.”
હજી બપોરના જમવાનો સમય બાકી હતો. તેમણે વિચાર્યું લાવ કશુક કામ કરું. તે બહાર ગયા ને કામ કરીને પાછા આવ્યા. ત્યારે દ્વારપાળે એમને રોક્યા. દ્વારપાળે કહ્યું કે, “પછી આવજે ભિખારી.” મુલ્લા નસરુદ્દીન જટ ઘરે ઉપડ્યા. નવાબ જેવા બની ગયા. અને પાછા આવ્યા ત્યારે દ્વારપળે તેમને સલામ ભરી અંદર ખાવા ઉપાડ્યા. ત્યાં તો બધાં લોકો એમને મળવા આવી ગયા અને સારું સારું જમણ આપવાં લાગ્યાં. મુલ્લા નસરુદ્દીને કશું ખાધું નહીં અને પોતાના માથામાંથી પાઘડી ઉતારી જમણ સામે ધરી દીધી. આ જોઈ બધાંને નવાઈ લાગી. એક જણે મુલ્લાને પૂછ્યું, “તમે આમ કેમ કરો છો ?” મુલ્લાએ જવાબ આપ્યો, “જ્યારે હું ભિખારી જેવો લાગતો હતો, ત્યારે મને રોકવામાં આવ્યો. હવે જ્યારે નવાબ બનીને આવ્યો ત્યારે બધાંએ મને સલામ ભરી. તેથી આ નવા કપડાને જમણ કરવાનો હક્ક છે.” એમ કહી મુલ્લા નસરુદ્દીન ચાલ્યા ગયા.
?