રમતાં રમતાં સાયન્સ
અમે ઘણું ખરું અરવિંદ ગુપ્તાના ટોયસ બનાવીએ.
આ વખતે રવિવારે મિલને મેગ્નેટની ગેમથી લોખંડની ખુરશી સાથે અવનવા મોડેલ બનાવ્યાં અને બંને રમત રમતમાં ઘણું શીખ્યાં.
જાતે મેગ્નેટ અને લોખંડની વસ્તુઓથી અવનવા મોડેલો બનાવ્યાં.
મેથ ચેલેન્જ ગેમ!
ગઇકાલે ઘરે આવી કહે,
તારો ચહેરો એકદમ હેપ્પી થઇ જશે, તું મારું મેથ મેજીશીયન અવોર્ડ જોઇશ તો?
ત્યારે મને ખબર પડી કે આજે શાળામાં ગણિતની પરીક્ષા હતી.
આપણે ત્યાં પેપર પેન આપીને દાખલા ગણાવે એવું કશું નંઇ.
બે -બે જણની ટીમ બનાવીને એક મોટા કાગળમાંથી ૧૦૦ સેન્ટીમીટરની પટ્ટી બનાવવાની હતી.
અમારા બહેને તરત ઘણી બધી પટ્ટીઓ કાપીને ચોંટાડી દીધી. મને કહે, જો કે ૨૦ સેમીની પાંચ પટ્ટી કે ૧૦ સેમીની ૧૦ પટ્ટી પણ કાપીને ચોંટાડી શકાય.
મને કહે કેટલું સીમ્પલ.
આ હતી ધો.૧ ની ગણિતની પરીક્ષા એને અને એનાં વાલીને કશી જાણકારી નહોતી. શાળામાં એમને કીધેલું 'ટુડે વી વીલ પ્લે મેથ ચેલેન્જ ગેમ! યુ ઓલ રેડી!!!
January 22, 2017