ઈ-વિદ્યાલયનો ઉદ્દેશ બાળકો અને કિશોર/ કિશોરીઓના સર્વાંગી વિકાસનો છે. અભ્યાસક્રમ અનુસારનું હોય કે, તે ઉપરાંતનું હોય - નૈતિક ઉજાસ અને આંતરિક જાગૃતિ વિનાનું શિક્ષણ જીવનમાં તેમ જ સમાજમાં અધોગતિ અને વિકૃતિઓ જ સર્જે.
ઈ-વિદ્યાલયના પ્રારંભથી જ આ અભિગમ અને આ ધ્યેય સતત લક્ષ્યમાં રહ્યા છે. એ ધ્યેયને આગળ ધપાવવા પ્રેરક વિચારોનો 'હકારાત્મક અભિગમ' નામનો એક નવો વિભાગ આજથી શરૂ કરવામાં આવે છે.
ગુજરાતી નેટ જગતમાં શ્રીમતિ રાજુલ કૌશિક (શાહ) નું નામ ઘણું જાણીતું છે. અનેક બ્લોગ અને વેબ સાઈટો પર તેમનાં વિવિધ પ્રકારનાં લખાણ પ્રકાશિત થતાં રહ્યાં છે. 'હકારાત્મક અભિગમ' શિર્ષક વાળા તેમના લેખ આજથી શરૂ કરીને દર શનિવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
પહેલો લેખ 'તું જ મારો સાક્ષી' આ રહ્યો.
તે જ રીતે શ્રી. પી.કે. દાવડા પણ નેટ જગતમાં વિચારશીલ અને સંશોધન પ્રચૂર લખાણો માટે જાણીતા છે. એટલું જ નહીં, પણ ઈ-વિદ્યાલયના પ્રારંભ કાળથી તેમનો સાથ અને સહકાર મળતાં રહ્યાં છે. તેમના લખાણો અહીં છે જ. પણ તે ઉપરાંત અવારનવાર, તેમની અનુકૂળતાએ તેમના લખાણો અહીં પીરસવામાં આવશે.
તેમનો આજનો નવો લેખ 'પારસીઓ' વિશે આ રહ્યો.
ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે.