(૧)
છાપામાં અપાતી જાહેરખબરના ભાવ પૂછવા મહેશે ફોન કર્યો અને પૂછ્યું - " જાહેરખબરનો ભાવ શું છે?"
જવાબમાં જણાવાયું કે એક સેન્ટીમીટરના દસ રૂપિયા.
આ સાંભળી મહેશે કહે, "મને ન પોસાય."
એટલે સામેથી અવાજ આવ્યો - "કેમ?"
‘મારે તો મરણનોંધમાં જાહેરખબર આપવી છે. અને મરનાર પાંચ ફૂટ ચાર ઈંચનો છે."
(૨)
"કેમ મોડો પડ્યો?" - માસ્તરે ધીરુને પૂછ્યું.
"મારા નાનાભાઈને વાળ કપાવવા લઇ ગયો હતો."
"એ કામ તો તારા પપ્પા પણ કરી શકે."
"મારા પપ્પા કરતાં હજામ સારા વાળ કાપે છે."
- નિરંજન મહેતા