હે! ઈશ્વર અમારું બાળક એ
અમને તારા તરફથી મળેલું અમૂલ્ય વરદાન છે.
અમે એને જન્મ આપ્યો છે કેમ કે,
તેં અમને એને લાયક ગણ્યા છે.
અમારું બાળક એ તારી અમાનત છે,
તે અમારામાં મૂકેલો વિશ્વાસ છે.
અમે જાણીએ છીએ કે બાળકનો ઉછેર સહેલું કામ નથી.
એ ભરપૂર પ્રેમ, પૂરી સમજદારી અને ખૂબ ધીરજ માગી લે છે.
બાળક પ્રેમને જ ઓળખે છે.
અમારે બાળકને પ્રેમથી છલકાવી દેવાનું છે....
પૂરી હૂંફ અને સુરક્ષા પૂરાં પાડવાના છે.
બાળકનો યોગ્ય ઉછેર અને એનું ઉમદા ઘડતર ...
એ અમારી જવાબદારી છે, અમે તે પૂરી નિષ્ઠાથી નિભાવીશું.
અમે ઘરમાં કે બહાર બાળકને કોઈપણ પ્રકારની
શારીરિક શિક્ષા નહીં કરીએ અને નહીં થવા દઈએ.
ઘરમાં કે બહાર બાળકનું અપમાન કે અવહેલના થાય
અને એ છોભીલું પડી જાય એવું કદી નહીં થવા દઈએ.
હે! ઈશ્વર, તું અમારા મન, વચન અને કર્મમાં
પ્રેમ અને સમજદારી છલોછલ ભરી દે.
p4p માં વપરાતી પ્રાર્થના
મોકલનાર - શ્રીમતિ લતા હીરાણી
હે! ઈશ્વર અમારું બાળક એ
અમને તારા તરફથી મળેલું અમૂલ્ય વરદાન છે.
સરસ પ્રાર્થના
આજના છાપામાં લોકો લાલબાગચા રાજા પાસે કેવી માંગણીઓ છે તેના પર લેખ છે. માંગણીઓ જેવી કે ૧. કરોડોનો નફો, નફામાંથી દસ ટકા ગણપતિને ૨. કરોડપતિ છોકરી સાથે લગ્ન ૩. ફિલ્મોમાં કામ વગેરે વગેરે….
આપણે પણ નાનપણમાં શુધ્ધ હતા, આ બધી પ્રાર્થનાઓ વાંચીને આચાર્ય વિજય રત્નસુંદરજીની એક પ્રાર્થના યાદ આવી ગઈ,
હે પ્રભુ! અત્યાર સુધી મેં તારી પાસે મારા માટે જે માંગ્યુ છે અને મેળવ્યુ છે તેનાથી મને સુખ કે સંતોષ તો નથી મળ્યો. હવે, તુ જે મારી પાસે ઇચ્છે છે તે હું પૂરુ કરી શકું એવુ કંઈક કર.
વાહ માતા-પિતા માટે સરસ પ્રાર્થના. આભાર