અમદાવાદમાં દાદા-દાદીની વિદ્યાપરબ શરૂ કરનાર શ્રી. દિપક અને શ્રીમતિ મંજરી બુચથી આપણે માહિતગાર છીએ જ.
તેમણે શરૂ કરેલ પરબનાં પાણીથી સિંચિત થયેલા કૂમળા છોડ હવે ઘટાદાર વૃક્ષ બની રહ્યા છે. તેમના સફળ નીવડેલા બે શિષ્યો - સાગર અને મોનિકાને - એમ લાગ્યું કે, આ વિદ્યાદાન લઈને માત્ર બેસી ન રહેવું, પણ કૃતજ્ઞતાની લાગણી આધુનિક રીતે વ્યક્ત કરવી અને એ પાવક જળનો જગત ભરમાં વ્યાપ કરવો. આ ભાવથી તેમણે સ્નાતક થઈ ગયેલાં વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓના સ્વમુખે 'પરબ' વિશે સેલ્ફી-વિડિયો બનાવીને DDVP પર શેર કરવાનું અભિયાન શરૂ કર્યું છે.
આજે એમાંથી ત્રણ વિદ્યાર્થીઓ અને ત્રણ વિદ્યાર્થિનીઓના વિડિયો નીહાળો ...
સાભાર - શ્રી. સાગર ખત્રી અને મોનિકા ભાવસાર
ખૂબ ખૂબ ધન્યવાદ,શ્રી.સુરેશભાઈ;અમોને પ્રોત્સાહિત કરવા બદલ…