ગુજરાતી નેટ જગતમાં અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરનાં નિવાસી શ્રીમતિ પ્રવીણા કડકિયા નું નામ ઘણું જાણીતું છે. અનેક બ્લોગ અને વેબ સાઈટો પર તેમનાં વિવિધ પ્રકારનાં લખાણ પ્રકાશિત થતાં રહ્યાં છે.
તેમના પોતાના શબ્દોમાં...
બાળકો ખૂબ પ્રિય હોવાને કારણે, મારા પોતાના બાળકોને ખૂબ સારી માવજત આપી હતી. ત્યાર પછી દીકરાના દીકરા અને દીકરીઓ માટે જ્યારે પણ જરૂર હોય ત્યારે દોડીને જતી. હવે તો બધાં મોટાં થઈ ગયાં છે.
અભિમન્યુ માતાની કૂખમાં કોઠા જીતવાનું શીખીને આવ્યો હતો. છેલ્લ કોઠા વખતે માતાની આંખ મિંચાઈ ગઈ હોવાને તે અંતે મરાયો. આ શું સાબિત કરે છે. ગર્ભાવસ્થામાં માતા જે ખાય છે, જે વિચારે છે, તેની આવનાર બાળક પર અસર પડે છે. આજના વૈજ્ઞાનિકોએ પણ એ સત્ય સ્વીકાર્યું છે.
તેમનો બ્લોગ -
પહેલો લેખ 'ચાલો મેળે' આ રહ્યો.
વાહ વાહ. આપનું સ્વાગત છે.
‘ બાળકો ખૂબ પ્રિય હોવાને કારણે, મારા પોતાના બાળકોને ખૂબ સારી માવજત આપી હતી. ત્યાર પછી દીકરાના દીકરા અને દીકરીઓ માટે જ્યારે પણ જરૂર હોય ત્યારે દોડીને જતી. હવે તો બધાં મોટાં થઈ ગયાં છે. ‘
હવે વિશ્વના બાળકો અને બાળકો જેવા વૃધ્ધોને માટે પધારો આંગણિયે
Well come.