નવા લેખક – જુગલકિશોર વ્યાસ

   

     શ્રી. જુગલકિશોર વ્યાસને ગુજરાતી નેટ જગત પર કોણ ઓળખતું નહીં હોય?  ઈ-વિદ્યાલય માટે પણ જુ.ભાઈ નવા કે અજાણ્યા નથી જ. પણ ઈ-વિદ્યાલયના આ નવા અવતાર પર એમનો આ પહેલો પ્રવેશ છે. 

    જાણીતા ભાષાશાસ્ત્રી, લોકભારતી ( સણોસરા) ના સ્નાતક અને બુનિયાદી તાલીમના જાણીતા પ્રણેતા જુ.ભાઈના વિચારો હવે ઈ-વિદ્યાલય પર અવાર નવાર પ્રસારિત કરવામાં આવશે.

 

તેમની વેબ સાઈટ - માતૃભાષા

અહીં તેમનો પહેલો લેખ

3 thoughts on “નવા લેખક – જુગલકિશોર વ્યાસ”

  1. સંચાલકો વચ્ચેની ઈમેલ આપ લે માંથી ઉપજેલો વિચાર….

    ……. દરેક વાતમાં કાંઈક સત્ય હોય છે. અહીં પ્રયત્ન સૌ સત્યોમાંથી થોડું થોડું માખણ કાઢી તપેલું ભરીને ઘી ભેગું કરવાનો છે! અને તે પણ બાળકોની રીતે – મજ્જેની રીતે . આપણી મથામણ અને આપણો પ્રયાસ ગુંચવાઈ ગયેલી ભાવિ પેઢી, એમનાં વાલીઓ, શિક્ષકો સૌ સાથે મળીને નવો પ્રકાશ શોધવાનો છે.
    ‘સનાતન સત્ય’ જેવી કોઈ પણ એક બાબત નથી. ઈ પણ હાચું અને ‘ઈ’ પણ હાચું !
    દર્શક, અરવિંંદ ગુપ્તા અને વિઝનિક અને બાળકને ઉછેરતી એક અદની મા – ચારેનાં સત્ય એકવીસમી સદીની પેઢીને પીરસવાં પડશે – તો જ ભારત ગુમરાહ દુનિયાને નવી રાહ બતાવી શકશે.
    વિઝનિક આ વિડિયોમાં ….

    https://www.ted.com/talks/mitch_resnick_let_s_teach_kids_to_code?language=en

  2. અરે વાહ, આ તો ખરેખર ઇવિદ્યાલયનું સદભાગ્ય. એક ઉચ્ચકક્ષાના કેળવણીકાર, શિક્ષણજગતને વરેલા, જુ.કાકાનું હાર્દિક સ્વાગત.

    સુરેશકાકા આપ દિલ રેડીને ઇન્ટરનેટ પર ગુજરાતના શિક્ષણજગતની સેવામાં લાગેલા છો. આપને વંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *