સાભાર - ગુજરાતી લેક્સિકોન
કચ્છ જિલ્લો અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા અને રાપર – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 950 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 45,652 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 20 લાખથી વધુ છે. 70%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આ જિલ્લાનો મોટો ભાગ રેતાળ અને વેરાન રણપ્રદેશ ધરાવે છે. ગુજરાતનો આ સૌથી મોટો જિલ્લો છે. જંગલી ગધેડાંના છેલ્લા અવશેષ સમાં ઘુડખર પ્રાણી અહીંના રણમાં ફરતાં જોવા મળે છે. સુરખાબ કચ્છના રણનું ચિત્તાકર્ષક પંખી છે. ભુજ એના ચાંદીકામ અને સુતરાઉ કાપડના છાપકામની કલા માટે જાણીતું છે. કંડલા બંદર ભારતનાં આઠ મોટાં બંદરોમાંનું એક છે. અંજાર સૂડી-ચપ્પાં માટે જાણીતું છે. નારાયણ સરોવર અને કોટેશ્વર જાણીતાં તીર્થસ્થળો છે.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.