પ્રાર્થના-સ્વયંસેવક

    -    લતા હીરાણી

હે! ઈશ્વર, બાળક એ માતાપિતાને
તારા તરફથી મળેલું અમૂલ્ય વરદાન છે.
જન્મ આપનાર માતા પિતા, શિક્ષક, શાળા
તથા પૂરો સમાજ એટલે કે અમે બધા
બાળકના વાલી છીએ.

બાળક પ્રેમને જ ઓળખે છે.
બાળકને પ્રેમથી છલકાવી દેવાનું છે.
એને પૂરી હૂંફ અને સુરક્ષા પૂરાં પાડવાના છે.

અમે જાણીએ છીએ કે,
બાળકનો ઉછેર અને ઘડતર
એ સહેલું કામ નથી.

એ પૂરી સમજદારી અને
ખૂબ ધીરજ માગી લે છે.
અમારે અમારી જાતને અને
સમાજને આ માટે જાગૃત કરવાના છે.

હે ઈશ્વર, તું અમારા મન, વચન અને કર્મમાં
પ્રેમ અને સમજદારી છલોછલ ભરી દે.


     આ પ્રાર્થના સીધી દિલમાં ઊતરી જાય તેવી છે. તે ઈ-વિદ્યાલયના ધ્યેય અને જુસ્સાને ઉજાગર કરે છે. સૌ વાચકોની જાણ સારૂ

ઈ-વિદ્યાલયનું અમે માત્ર સંચાલન જ કરીએ છીએ.

      પણ એ ગુજરાતની ભાવિના ઘડતર માટેની સહિયારી જણસ છે - અત્યંત શક્તિશાળી ઓજર છે. 

    ચાલો! આપણે સૌ - ખાસ  કરીને નિવૃત્ત વયસ્કો અને ગૃહિણીઓ - સાથે મળીને કાલના ગુજરાતી યુવાન અને યુવતિના ચારિત્ર્ય, જ્ઞાન અને સમાજદારીની કેળવણીના આ યજ્ઞમાં સમિધનો એક એક દાણો સમર્પિત કરીએ. 

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *