દિવાળી – ૨૦૧૮

     ઈ-વિદ્યાલયના વાચકોને, લેખકોને અને ખાસ તો વિશ્વભરના ગુજરાતી કુટુમ્બોનાં બાળકોને ઈ-વિદ્યાલયની આ પહેલી દિવાળી સુખમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના...
આ તહેવારો માટે મિત્રોનાં બે નજરાણાં....
દિવાળી

દિવાળી આવી, દિવાળી આવી, 

ધમધમ કરતી, દિવાળી આવી. 

ભલે આવી ,સાથે શું શું લાવી ? 

સર્વત્ર હર્ષ અને ઉલ્લાસ લાવી, 

દિપક જયોતનો પ્રકાશ લાવી, 

મીઠાઈઓ ખાવાની લિજ્જત લાવી, 

આંગણિયે રંગોળીની ભાત લાવી, 

ફટાકડા ફોડી હરખાવાની મજા લાવી, 

મિત્રો સગાંઓને મળવાની તક લાવી, 

અંતરમાં અજવાળું કરવાનું પર્વ લાવી 

નવા વરસે ....

 નવા વરસે નવલા રે થઇએ,

જૂના તો કેમ કરીને રહીએ.

 પ્રેમથી એક બીજાને હળીએ મળીએ,

સર્વત્ર હસી ખુશી વહેંચતા રહીએ . 

નવા ઉત્સાહ અને નવા ઉમંગ સાથે,

દુર્ગુણો દુર કરી સદગુણો અપનાવીએ. 

અજ્ઞાન છોડી,જ્ઞાનની જ્યોત પ્રગટાવી,

નિરાશા ખંખેરી આશાનો દીપ જલાવીએ. 

નવા વરસે નવલા બની નવેસરથી,

નવું વર્ષ હળીમળી પ્રેમથી ઉજવીએ,

નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ.

 

વિનોદ પટેલ ..સાન ડીએગો.

અને... સુરતીલાલા જતિનભાઈનું કાર્ટૂન - ખાસ  આપણ સૌ માટે ...

VAGH_BARAS
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *