- સુરેશ જાની
ઘણી વાર મને આ વિચાર આવે છે! મારી ઉમરે માળા, જપ, ધ્યાન કરવાની જગ્યાએ આ જંજાળમાં શીદ ફસાણો?! પણ એ તો અંગત પ્રશ્ન થયો. અહીં વાત બીજા સંદર્ભમાં કરવાની છે અને ઘણી બધી કરવાની છે. આજથી આ વિચાર અંગે લેખ શ્રેણી શરૂ થાય છે. એનો આરંભ - એક નકારાત્મક પણ હકીકત જેવી વાતથી -
નેટ મિત્ર શ્રી, ઉત્તમ ભાઈ એ એક સરસ ચિત્ર ગઈ કાલે મોકલ્યું . આ રહ્યું....
કદાચ ઈ-વિદ્યાલયના સંદર્ભમાં આ નકારાત્મક વાત છે, એમ લાગે. પણ વાત તો સાચી જ છે ને? છેલ્લા દસ પંદર વર્ષમાં આપણા જીવનમાં ઈવડા 'ઈ'એ કેટલું મોટું પરિવર્તન લાવી દીધું છે? આવતા વીસ વર્ષ પછીની ઈ-દુનિયા વળી કેવીય હશે!
આ જ વાતનો પડઘો જાણીતાં ગુજરાતી લેખિકા, વિચારક અને પ્રવક્તા કાજલ ઓઝા વૈદ્યના નીચે મુકેલા વિડિયોમાં પડે છે. દોઢેક કલાક લાંબો એ વિડિયો ખાસ સમય કાઢીને પણ જરૂર જોજો. એમાં સામ્પ્રત સમાજ જીવન વિશે ઘણી કામની વાતો પણ છે.
પણ....
એમાં ઘનઘોર વાદળની કોર પરની રૂપેરી કે સુવર્ણ રેખા પણ છે !
એ અંગે વિવરણ હવે પછીના અધ્યાયમાં!
વાંચનાર સૌ મિત્રો જોગ…
હવે પછીના ભાગ પણ વાંચજો. પ્રતીતિ થશે કે , ઈ-વિદ્યાલય વાલીઓ માટે પણ છે; કદાચ એમના માટે વધારે છે !!!
मारा मननी वात सु श्री राजुलबेने कही . कोइपण साधननो विवेकसभर उपयोग अदभूत परीणाम लावे.चि काजलनुं पण एमज कहेवुं छे
કોઈપણ વસ્તુનો કે સંબંધનો યથેચ્છ નહીં પણ વિવેકસભર ઉપયોગ જ કરીએ તો ?
ટેક્નોલૉજીનો કંટ્રોલ આપણા પર નહીં પણ આપણો કંટ્રોલ ટેક્નોલૉજી પર હોય એ જરૂરી છે.