- નિરંજન મહેતા
કાખમાં છોકરૂં અને ગામમાં ગોતે
ગામના એક ફળિયામાં એક સ્ત્રી આજુબાજુના ઘરો આગળ જઈને બૂમ મારતી હતી કે, "કોઈએ મારા ગગાને જોયો?"
ત્યારે એક ડોશી બોલ્યાં કે, "ગાલાવેલી તારો ગગો તો તારી કેડ્યે છે અને શાની બૂમાબૂમ કરે છે? "
ત્યારે પેલી સ્ત્રીને ભાન થયું અને શરમાઈને પોતાના ઘર તરફ દોડી.
ત્યારથી કહેવાય છે કે, કાખમાં છોકરૂં અને ગામમાં ગોતે.
આનો અર્થ એ કે આપણી પાસે જ આપણી વસ્તુ હોવા છતાં ઊતાવળમાં આપણને તેનો ખયાલ નથી રહેતો અને ગોતાગોત કરીએ છીએ. જો આપણે શાંતિથી તેની શોધ કરીએ તો અન્યો આગળ આપણે શરમિંદા થવું ન પડે.
આ જ સંદર્ભમાં એક હળવી વાત પણ જાણવા જેવી છે,
એક સાહેબને પોતાનાં ચશ્માં મળતાં ન હતાં એટલે પોતાની સેક્રેટરીને કેબિનમાં બોલાવી કહ્યું કે, "મારા ચશ્માં નથી જડતા તો શોધી આપો. જલદી કરો મારી પાસે બહુ સમય નથી."
ત્યારે તે બોલી કે, "સાહેબ આપે તો ચશ્માં આપના કપાળે ચઢાવી રાખ્યા છે."
‘આપે તો ચશ્માં આપના કપાળે ચઢાવી રાખ્યા છે.”
વાહ
આવું મને પણ બને છે !