- દિપક બુચ
"एक साधे सब सधे,सब साधे सब जाय।
रहिमन मूलहिं सींचिबो,फूले फल अघाय।।"
શાળા છોડી ગયાં તે બાળકોને શોધવા કરતાં, તેઓ શા માટે શાળા છોડી ગયાં? તેનો અભ્યાસ જરૂરી છે.
કેટલાંક કારણો:
- સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓ બહુ જ અલ્પ પ્રમાણમાં છે.
- મ્યુનિસિપાલિટીઓની શાળાઓ ધોરણ ૮ સુધી છે જે નિ:શુલ્ક છે. તેમાં નિયત સંખ્યા જ હોવાથી તેમજ લોકોના માનસમાં એવું છે કે, ત્યાં શિક્ષણનું સ્તર નીચું છે. આથી કુલ વિદ્યાર્થીઓના બહુ જ નજીવા ટકા વિધાર્થીઓ ત્યાં ભણે છે.
- ધોરણ ૮ પછી,ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ ઊંચું હોવાથી, મા-બાપને તે પોષાય તેવું હોતું નથી તેથી ન છૂટકે બાળકનો અભ્યાસ અટકી જાય છે.
- આપણી શિક્ષણ વ્યવસ્થા માત્ર પુસ્તકિયા,પરીક્ષા અને માર્કલક્ષી છે તેથી અભ્યાસ પૂરો કર્યા પછી પણ બેકારીનો ગંભીર પ્રશ્ન તો ઉભો જ છે. આથી ઘણાં મા-બાપો વિચારે છે કે, 'ભણાવીને શું કરવાનું? તેના બદલે કોઈ કામ-ધંધે વળગી જાય.' આવા લોકો વધારે છે, જેને અભ્યાસ કરતાં, પોતાના કુટુંબના જીવન નિર્વાહ માટે આવકની અગત્યતા વધારે છે
આની સામે સુવર્ણ કે રૂપેરી રેખા છે - શિક્ષણમાં ડિજિટલ સાધનોનો બહુ જ ઝડપથી વધતો જતો ઉપયોગ. સરકાર આ બાબતમાં સજાગ છે, અને બહુ ઝડપથી છેવાડાની શાળાઓમાં મલ્ટિમિડિયા સવલતો ઉમેરાઈ રહી છે.
એક બે વર્ષમાં બધાં બાળકોને લેસન અને રિવિઝન કરવા ટેબ્લેટ આપવામાં આવનાર છે. માટે જ ઈ-વિદ્યાલય વધુ ને વધુ પ્રસ્તુત બનતું જવાનું છે.