દીકરી

    - શૈલેષ રાઠોડ

દીકરી મારી હસતી કુદતી, 
આવી છે એને પાંખ.
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.

-

શાળાએ સહુને વ્હાલી,
કરે સઘળાં કામ. 
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.

-

ભૂખ્યાને ભોજન અર્પે, 
હૈયે પ્રેમ અપાર. 
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ. 

-

ચપ ચપ બોલતી જાયે,
મનમાં ન કોઈ પાપ.
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.

-

દીપ બની પ્રગટી છે, 
અંધારું ન જડે ક્યાય.
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *