બ્લોસી

    -  પ્રવીણા કડકિયા

'બ્લોસી' મારી ઢિંગલી

કેવી રૂપાળી લાગે

તેના વગર મુજને

નિંદ ના આવે

*************

'બ્લોસી રે બ્લોસી' તું શાને રડે ?

તને આપુ પિપરમિંટ તને આપું ચોક્લેટ

તારા પપ્પાજી આવે છે

મોટર ગાડી લાવે છે.

મમ્મીને બેસાડે છે

હોર્ન વાગે પમ પમ

બ્લોસી નાચે ઢમ ઢમ

********************

આજે મારી 'બ્લોસી' શાળાએ ગઈ

પાણીની બાટલીને દફતર લઈ

પાટીમાં લખ્યો "ક' કમળનો

બ્લોસીનો 'બ' આવડી ગયો

*********

'બ્લોસી' ના કર ચાપલુસી

ઝટપટ ઝટપટ તૈયાર થા

મારી પાસે આવી જા

**********************

'બ્લોસી' પોતાનો રૂમ સુઘડ રાખે.

મસ્તી તોફાનમાં પહેલો નંબર

કામ કરતા આવે તમ્મર

ઉડા ઉડ કરે જાણ્ર ભ્રમર

આંકડા ગણે એકથી શંબર.

( શંબર = ૧૦૦)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *