દરેક ભાષાની પોતાની આગવી ખાસિયત હોય છે. આપણે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરતા હોઈએ ત્યારે, શબ્દશઃ અનુવાદ વિચિત્ર જ લાગે. અંગ્રેજી ભાષા સાથે આપણો ઘનિષ્ઠ સંબંધ છે, અને વધારે ઘનિષ્ઠ બનતો જવાનો છે. Phrases, મુહાવરા, રૂઢિપ્રયોગ આવી એક બાબત છે. એનું ગુજરાતીમાં રૂપાંતર જ કરાય - અનુવાદ નહીં.
આથી એને સમજવા અને અનુવાદ કરવા આ વિભાગ જરૂરી બનશે. દર બુધવારે એક આવો અંગ્રેજી રૂઢિપ્રયોગ અહીં પ્રસિદ્ધ કરવામાં આવશે , અને તે પણ આગવી - 'કોયડા/ ઉખાણાં' શૈલીમાં !