કોયડો – ૧૨ બોલ

    -   નિરંજન મહેતા

       તમને ૧૨ દડા આપવામાં આવે છે અને એક વજન કાંટો પણ આપવામાં આવે છે. આ બારમાંથી અગિયાર દડા સરખા વજનના છે અને એક દડો ઓછા વજનનો છે. તમને ફક્ત ત્રણ વખત વજન કરી શોધવાનું છે કે કયો દડો ઓછા વજનનો છે. તો તે તમે કેવી રીતે શોધશો?

 


પહેલાં આપણે દડાઓને ૧થી ૧૨ નંબર આપીએ. ત્યાર બાદ દડા નંબર ૧થી ૪ને દડા નંબર ૫થી ૮ સાથે વજન કરીએ. જો બંને પલ્લા સરખા દેખાય તો ઓછા વજનવાળો દડો ૯થી ૧૨ નંબરના દડામાં છે.

બીજી વારના વજનમાં દડા નંબર ૯-૧૦ને દડા નંબર ૧૧-૧૨ સાથે વજન કરો. જે પલ્લું ઊંચું રહે તેમાનો એક દડો ઓછા વજનનો છે. ધારો કે ૯-૧૦ નંબરના દડાનું પલ્લું નીચું રહે તો ૧૧-૧૨માંથી એક ઓછા વજનનું છે. જો ૧૧-૧૨નુ પલ્લું નીચું રહે તો ૯-૧૦માથી એક દડો ઓછા વજનનો છે

ત્રીજી વારમાં બીજી વારમાં જે પલ્લું ઊચું હતું તેમાંથી એકનું વજન ૧થી ૮ દડામાંથી કોઈ પણ એક સાથે કરો. (કારણ તે બધા સરખા વજનના છે તેમ સાબિત કર્યું છે). જો બંને પલ્લા સરખા રહે તો બચેલો દડો ઓછા વજનનો છે તેમ સાબિત થશે. પણ જો બંને પલ્લાં સરખા ન રહે તો જે પલ્લું ઊંચું રહે તે દડો ઓછા વજનનો ગણાશે.

પરંતુ પહેલી વારમાં બંને પલ્લાં સરખા ન રહે તો જે પલ્લું ઊંચું હોય (ધારો કે ૫થી ૮ નંબરના દડાવાળું પલ્લું ઊંચું છે) તો તે ચાર દડાને બે-બેનાં ભાગમાં મુકો. હવે જે પલ્લું ઊંચું રહે તે બે દડામાથી કોઈ પણ એક દડાનું વજન ૯થી ૧૨ નંબરના કોઈ પણ દડા સાથે કરો (કારણ તે બધા સરખા વજનના છે). આ વખતે જો બંને પલ્લા સરખા રહે તો બાકીનો દડો ઓછા વજનનો છે તેમ સાબિત થશે. પણ જો બંને પલ્લાં સરખા ન રહે તો જે પલ્લું ઊંચું રહે તે દડો ઓછા વજનનો ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *