સાભાર - ગુજરાતી લેક્સિકોન
ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.
પોરબંદર જિલ્લો કુતિયાણા, પોરબંદર અને રાણાવાવ – એમ કુલ ૩ તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં ૧૮૨ જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર ૨,૨૯૪ ચો. કિ.મી. છે. અંદાજિત વસ્તી ૫ લાખથી વધુ છે. ૭૫%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
પોરબંદર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે. ત્યાં કીર્તિમંદિર બાંધવામાં આવ્યું છે. વળી એ સુદામામંદિર, ભારતમંદિર, પ્લેનેટોરિયમ અને આર્યકન્યા ગુરુકુળના કારણે પણ જાણીતું છે. પોરબંદરથી નજીકમાં ઘેડ વિસ્તારમાં આવેલ માધવપુર શ્રીકૃષ્ણનાં લગ્નસ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીંનો દરીયાકિનારો પણ ખૂબ જ સુંદર છે. ઓશો આશ્રમ અહીંયાં આવેલ છે.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.