- જયશ્રી પટેલ
વાર્તા નં ૯
નમસ્તે બાળકો...
આવ્યો મંગળવાર.શાળા ખૂલી ગઈ ને નવા ચોપડા,નવું દફતર ને નવા પેન પેન્સિલ ,રબર ને કંપાસ. મજા છે ભાઈ. નવા મિત્રો પણ મળશેને? હવે સમય પણ ઓછો મળશે પણ આપણે જરૂર ભેગા થઈશું .
બકા જમાદારના પત્ની બકરીબેન રજાઓમાં બરકેશ ને લઈ ને ભાઈને ત્યાં ગયા હતા. ત્યાં તેના ઘણાં મિત્રો હતા. એકવાર એનો ઝઘડો થઈ ગયો - હાથીભાઈના પુત્ર મદનિયા જોડે.
વાત નજીવી હતી પણ ઘણીવાર ગેરસમજ થતી હોય છે. તમે પણ ઝઘડો છોને મિત્ર સાથે કેવા? પછી દુખી થાવ છો ને? બસ અહીં પણ કેળા માટે જ ઝઘડો થયો. મદનિયાને કેળા બહુ જ ભાવે. એટલે એ તો ફટાફટ બધા કેળા ખાઈ ગયો. બરકેશ ને ખૂબ ખરાબ લાગ્યું. એ તો ઉઠીને ચાલતો થયો. ઘરે ગયા પછી રિસાયલો જ રહ્યો,બકરીબેનને બધી ખબર પડી. હવે કરવું શું?
એમણે યુક્તિ કરી કે, બન્ને મિત્રો ને જૂદી જૂદી વાત કરી ભેગા કરવા પણ કહેવું શું? બધા મિત્રો એ કહ્યુ કે, મદનિયાને ખોટું નથી લાગતું. તે બહુ જ લાગણી વાળો છે, બકરીબેને થોડા કેળા ખરીદ્યાં અને મદનિયાને કહ્યું, "તું આ કેળાં બરકેશને ભેટ રૂપે આપ અને કહેજે કે, મારી મા હાથણે મને આપ્યા ખાવા. પણ તને મૂકીને હું ખાઈ ગયો તો હવે તું આ નહી ખાય તો મને ખૂબ દુખ થશે. બરકેશ તો એનુ ભોળપણ જોઈ ખુશ થઈ ગયો. કેળાં લઈ પોતાની થેલીમાં મૂક્યા અને કહે, "કાલે રસ્તામાં ખાઈશ."
મનમુટાવ દૂર થયો. બીજે દિવસે બરકેશના મામી એ ગંડેરીના ટૂકડા આપ્યા - રસ્તામાં ખાવા. એને મીઠા ટૂકડા એટલા ભાવે કેમ ખુશ ખુશ. અચાનક એને મદનિયાનો ચિંઘાડવાનો અવાજ સંભળાયો. એના બધા મિત્રો ભેગા થયા હતા, પણ મદનિયો મળવા નહોતો આવ્યો. એણે કારણ પૂછ્યું તો ખબર પડી કે તેને થોડો તાવ આવ્યો હતો અને એને ગમતું નહોતું .
બરકેશ સામેથી મળવા ગયો તેણે એને શાંત કર્યો ને આરામ કરવાનું કહ્યું. પછી એને યાદ આવી તેની ગંડેરી. દોડ્યો અને તેની પેક કરેલી થેલીમાંથી એને ગંડેરી આપી આવ્યો. મદનિયો તો ખૂબ ખુશ થઈ ગયો. બરકેશે પોતે ખરીદેલી સરસ વાર્તા મિયા ફૂસકીની ચોપડી પણ એને આપી દીધી.
આમ જુઓ મિત્રો નાની બાબતમાં ઝધડીને બન્ને કેવા ગેર સમજ દૂર કરી એક થયા? મિત્રો ઝધડો કરો પણ કદી યાદ રાખીને લંબાવો નહિ. બરકેશ અને મદનિયાની દોસ્તી કેવી કે, બરકેશે પોતાની મનગમતી વસ્તુ ખુશી ખુશી મિત્ર ને આપી દીધી.
તમારી પાસે છે આવું દિલ? હવે ક્યારેય ઝધડતા નહિ જગતમાં બધુ મળે પણ મહામોંઘા મિત્રો ન મળે. એટલે કૃષ્ણ ભગવાને ગરીબ સુદામાના કોરા પૌંઆ ખાધા પણ સુદામાને મહેલાતો ને નોકર ચાકરને ગાડીઘોડા આપી દીધા હતા. બનજો કૃષ્ણ સુદામા જેવા મિત્રો. વચન આપો તમારી મિત્ર જયશ્રીને. દોસ્તીને અમર બનાવશો ને?
સરસ. ચાલો ફરી આવતા મંગળવારે મળીશું.
પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...
નોંધ - ડાબી બાજુના કોઈ પણ ફોટા પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટો જુઓ. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.
Nice Sureshbhai ???