આખી જિંદગી જીવન સંઘર્ષમાં ગાળી હોય અને નિવૃત્ત થયા પછી હાશકારો માની બગીચાના બાંકડે વયસ્ક ભાઈબંધો જોડે ગપાટા મારવા કે, ઓટલા પર બહેનપણીઓ સાથે કુથલીની મઝા માણવાને બદલે ગરીબ મહેનતકશ ઇન્સાનોનાં બાળકોને ભણવામાં માર્ગદર્શન આપવાનું કામ કોઈ કરે ખરું?
હા! કરે ......આ દાદા - દાદી
દિપક ભાઈ અને મંજરી બહેન બુચ એવાં ભેજાંગેપ દંપતી છે !
દિવ્ય ભાસ્કરમાં આ બે જણની વાત આ રહી...
સેવાનિવૃત્તિ માત્ર નોકરીમાંથી, જિંદગીમાંથી નહીં
તેના માતા-પિતા ફૂલ વેચે છે, જેમાંથી થોડીક આવક રળી શકાય છે. સાતમું ધોરણ ભણ્યાં પછી તેમની પાસે એટલા પૈસા નહોતા કે તેઓ પુત્રીને આગળ ભણાવી શકે, પરંતુ આજે તેમની પુત્રી મોનિકા ભાવસાર અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન બ્રાંચમાં એન્જિનીયરિંગ કરી રહી છે. તબક્કાવાર તેને બધું પ્રાપ્ત થતું ગયું, સ્કૂલ પછી કોલેજ અને લેપટોપ સુધી બધું જ. તેની સાથે ગ્રેજ્યુએશન માટે પુસ્તકો અને ભણવા માટેની અન્ય સામગ્રીઓ પણ. સાગર ખત્રી એન્જિનિયરીંગના ટેક્સટાઇલ ટેક્નોલોજી કોર્સના છેલ્લાં વર્ષમાં છે. થોડા વર્ષ પહેલાં તેમની પાસેે પણ હાઇસ્કૂલના શિક્ષણ માટે નાણાં નહોતાં. જયદિપ પટેલ એચએસસી કરી રહ્યાં હતા અને તેઓ જાણતાં નહોતા કે આગળ કયો વિષય પસંદ કરવો. લાંબા કાઉન્સીલિંગ સેશન પછી તેમણે બીએસસી પસંદ કર્યું. તે ગણિતના લેક્ચરર બનવા ઇચ્છતા હતા. આજે તે પોતાના સપનાને સાકાર કરવાના અડધે રસ્તે પહોંચી ગયા છે. મીતલ પટેલે બીસીએ કર્યું છે અને તે પરિવારને આર્થિક મદદ પણ કરી રહી છે, જ્યારે થોડાં વર્ષ પહેલાં તેમનો પરિવાર તેમને ભણાવી શકે તેમ નહોતો. આવા ઘણાં લોકો છે. કેટલાંકે કોમર્સમાં સ્નાતક કર્યું છે, સીએ કર્યું છે. કેટલાંક એન્જિનિયરીંગ કરી રહ્યાં છે અને ઘણાં અન્ય પોતાના પસંદગીના કોર્સ કરી રહ્યાં છે. બધામાં એક બાબત સમાન છે. બધાની મદદ, કાઉન્સિલીંગ અને પ્રેરણા છે - ‘દાદા-દાદીની વિદ્યા પરબ’. ‘પરબ’ એવું સ્થાન છે, જ્યાં રસ્તે જતાંને મફતમાં પાણી પીવડાવાય છે, ખાસ કરીને ગરમીના સમયમાં. 2004માં રિટાયરમેન્ટ પછી તે દંપતીની પાસે કરવા માટે કાંઇ નહોતું. તેમણે વિચાર્યું કે, જે કાંઇ જ્ઞાન જીવનમાંથી મેળવ્યું છે, તે વ્યર્થ જવું જોઇએ. તેમણે તેને એવા લોકો સુધી પહોંચડાવાનું વિચાર્યું કે જેઓ સારા શિક્ષણથી વંચિત રહી ગયા છે અને જેમની પાસે પૈસા નથી. આથી દંપતીએ એક ‘પરબ’ શરૂ કરી. પાણીની તરસ બુઝાવવા માટે પરંતુ તે બાળકોની શિક્ષણની તૃષ્ણા તૃપ્ત કરવા, જેમની પાસે તેના માટે કોઇ માધ્યમ નહોતો. દીપક અને મંજરી બૂચે સંસ્થાનું નામ રાખ્યું ‘દાદા-દાદીની પરબ’. બે વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલું કામ માઉથ પબ્લિસિટી વડે જંગલના દાવાનળની જેમ ફેલાતું ગયું. આજની ભાષામાં કહો તો વ્હોટ્સ એપથી પણ ઝડપી અને પહેલાં વર્ષમાં આશરે 100થી પણ વધારે વિદ્યાર્થીઓએ તેની મદદ લીધી. અત્યારે તેઓ 180 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યાં છે.
મંજરી બુચ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓની ગણિત અને અંગ્રેજીનું શિક્ષણ આપી મદદ કરે છે, જ્યારે દીપક બુચ સિનિયર વિદ્યાર્થીઓની મદદ કરે છે. પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત તેઓ તેમની સાંસ્કૃતિક જરૂરિયાતો, ઘરના સભ્યો સાથેના તેમના વ્યવહાર અને સામાજીક કાર્યોમાં તેમની ભાગીદારીનું પણ ધ્યાન રાખે છે. સંસ્થા તેમના ઘરેથી કામ કરે છે. સંસ્થા માત્ર ભણવા માંગતા બાળકોની પસંદગી કરે છે, પરંતુ તેમને પ્રગતિ કરવા કોઇ સહારો જોઇએ છે. પહેલી શરત છે કે, જે ગરીબ બાળક કોચિંગનો ખર્ચ ઉઠાવી શકતું હોય. દંપતીનો ધ્યેય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જન્માવવાનું અને સારા નાગરિક બનવા માટે સર્વાંગીપણે તેમના વ્યક્તિવ્યનો વિકાસ કરવાનું છે. તેઓ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે જે આર્થિક મદદ કરે છે, તે તેમને અનેક લોકો પાસેથી મળી છે અને મોટાભાગની રકમ તેમના પરિવારના સભ્યો તરફથી આવે છે. બુચ દંપતિ સેવાનિવૃત્ત છે અને તેઓ આરામથી પોતાની રિટાયર્ડ લાઇફ જીવી શકતા હતા. તેમની જરૂરિયાતો ઓછી હતી અને પૂરતી બચત પણ હતી જ, પણ આનાથી ઉલટ તેમણે પોતાનું જીવન ગરીબોને શિક્ષણના માધ્યમથી ઉપર લાવવામાં લગાવ્યું અને આવી રીતે જ્ઞાનનો પ્રકાશ પાથરતાં આજે તેઓને 11 વર્ષ થઇ ગયા છે. બાબતો સંતોષ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે.
મેનેજમેન્ટ ફંડા છે કે, કોઇને નોકરીમાંથી રિટાયર્ડ કરી શકાય છે, પરંતુ જીવનમાંથી રિટાયર્ડ થવાનો નિર્ણય વ્યક્તિનો પોતાનો હોય છે.
- એન. રઘુરામન
આ બે ભેજાંગેપ જણનો ટૂંક પરિચય અહીં |
અને બોનસમાં આ વિડિયો જોઈ એમના કામની દૃષ્ય શ્રાવ્ય માહિતી મેળવો.