વાલી અનુભવ (૧) – સવાલ જવાબ

      આજથી આ નવો વિભાગ શરૂ થાય છે. બાળકોને ઉછેરતાં મા, બાપ, દાદા- દાદી, નાના-નાની સૌને જાતજાતના અનુભવ થતા હોય છે. એમાં રમૂજ પણ હોય છે અને શિક્ષણ પણ. 
   મારો એક અનુભવ આ રહ્યો…
    બાળકની શીખવાની પ્રક્રિયામાં વસ્તુનું નામ, એનો ઉપયોગ , એ કેવી રીતે કામ કરે છે તેનું કુતુહલ અને એ બધું વિચારતાં ઘણાં બધાં ‘કેમ’ અને ‘એટલે’? એમને સવાલ થાય એ પ્રમાણેનો એમની સાથેનો સંવાદ અને જે સવાલ જ્યારે થાય ત્યારે એમને સંતોષકારક જવાબ આપી શકીએ તો તેઓ ઘણું બધું વાત-વાતમાં જ શીખી જાય છે.

     મારા મનમાં એની ઉંમર પ્રમાણે સંવાદ માટેનાં અમુક મુદ્દાઓ છે. એની વાત વિગતે ફરી ક્યારેક .

     મારી છ વરસની દીકરી સાથે હું ભાગ્યે જ ‘ભણવા બેસ’ શબ્દ પ્રયોગ કરું છું. મારા મતે શીખવું એ અવિરત પ્રક્રિયા છે.

બાયોલોજી

     મારે બ્લડ-ટેસ્ટ માટે જવાનું હતું. હું મોટેભાગે આ બધું બાળકો સાથે એમની હાજરીમાં જ કરું. નર્સે ૪-૫ નાની શીશીઓમાં મારું લોહી લીધું એ જોઇને મારી દીકરી જિનાએ સવાલો શરુ કર્યા. 
  • કેમ લોહી લીધું?
  • લોહી શીશીમાં સોયથી કેવી રીતે આવ્યું?
  • લોહીને જોવાથી કોઇ બિમારી વિશે કેવી રીતે ખબર પડે?
  • દવા કેવી રીતે કામ કરે?
  • દવાથી લોહી ઠીક થાય કે બિમારી?
    આ બધો સંવાદ ઘણો લાંબો ચાલ્યો, અમુક વાતો બે-ત્રણ દિવસ સુધી ચાલી. જે શીખવા મળ્યું તે બાયોલોજી.
– હીરલ શાહ
——————————-

   સૌ મિત્રોને પોતાના જાતજાતના અનુભવો અહીં વહેંચવા આમંત્રણ છે.

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *