ગપ્પીને ઘેર ગપ્પી આવ્યાં
ગપ્પીજી બોલ્યાં, આવો ગપ્પીજી
શું લેશો? ચા કે પાણી જી?
ગપ્પીજી ગપ્પીજીને કહે, મૂકો ચા – ને બા
તમે ઘડીક ઊભા રહી સાંભળો મારી વાત
મારે ઘેર ઉગ્યું છે,
બાર હાથનું ચીભડું, ને તેર હાથનું બી.
મઝા આવીને?
આવાં જોડકણાંઓ અને એમની યાદની વાત ‘વેબ ગુર્જરી’ પર વાંચો.
અને એ વાતની છેવટ આવી છે !
નાનપણની એ યાદોને, નાનપણનાં એ રમકડાં..
મારી આંખોની વ્યસ્તતા જોઇ આજે એ બોલ્યાં …
લે, તને બહુ શોખ હતો ને જલ્દી મોટાં થવાનો ને.. ?
– પૂર્વી મલકાણ