કિક્કુ કીડી

    -   કૃષ્ણ દવે

પપ્પુના કિચનમાં આવી કિક્કુ નામે કીડી
ફટાક્ દઈને શોધી કાઢી લંચ બોક્સની સીડી

-

મીઠાં મીઠાં બિસ્કીટ જોયાં મોમાં આવ્યું પાણી 
પપ્પુ જેમ જ કિક્કુને પણ બિસ્કીટથી જ ઉજાણી
-
પપ્પુ ની મમ્મીએ ત્યાં તો કર્યું ઢાંકણું બંધ 
કિક્કુ કીડીને તો કેવળ બિસ્કીટથી સમ્બન્ધ
-
પેટ ભરીને કિક્કુ નીકળી લંચ બોક્સ ની બ્હાર 
નાનકડા ખંભા પર જોયો પ્હાડ જેટલો ભાર
-
નીચે ઉતરી આ કિક્કુને સૂજ્યો એક જ પ્લાન 
ત્યાં ને ત્યાં જ કઢાવ્યું એણે એક નવું ફરમાન
-
હવે પછીથી કોઈ કીડી ના લંચબોક્સમાં જાય 
નાહક આ દફ્તરમાં પાછો ભાર વધારે થાય. 
સાભાર - શ્રી. વિનોદ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.