દીકરી

-  પ્રવીણા કડકિયા      

દીકરી તું વહાલનો દરિયો

દીકરા તું સ્નેહનો સાગર

**

દીકરી તું પ્યારથી ઉભરાતી

દીકરા તું સંવેદના સભર

*

દીકરી તું માતા પિતાનું ગૌરવ

દીકરા તું આંતરડી ઠારે

*

દીકરી તારા પર જાન કુરબાન

દીકરા તું પૂરા કરે અરમાન

*

દીકરી સંસ્કાર ઉજાળે છે

દીકરો જીવતર શોભાવે છે

*

દીકરી તને આંસુ આવે છે.

દીકરા તારું અંતર ઘવાય છે

*

દીકરી તું બોલીને દર્દ ભૂલે છે.

દીકરા તું મનમાં દર્દ ઘુંટે છે

*

દીકરીની વાણી વહે

દીકરાની આંખો બોલે

***

મહેરબાની કરી ક્યારેય દીકરી અને દીકરામાં ભેદ ન રાખશો !

માતા બન્નેને ગર્ભમાં નવ મહિના ધારણ કરે છે.

બન્નેનું પ્યારથી જતન કરી ઉછેરે છે.


તેમનો બ્લોગ -  મન, માનસ અને માનવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.