બાળકોને સમજાવવાં અઘરાં છે?

જરાક જમાના સાથે રીત બદલીએ તો? 


જિનાની જિદ અને યુ-ટ્યુબ ગુગલની મદદ

૧) કેમેય કરીને વાળમાં કશું રાખવા જ ના દે. એનાં વાળ એટલાં લીસા કે પીન, બોરીયાં, હેર બેન્ડ બધું લસરી જાય

વાળ આંખમાં આવે ને આંખો લાલ થાય. બહુ સમજાવી પણ ના માને. અને માને તો પણ દર બે ત્રણ કલાકે હતું એમનું એમ.

   પણ હેરાન થાય એ હીરલ નહિં. એક દિવસ ગુગલ પર ‘Red eye problems' સર્ચ કર્યું. ઢગલો  ઇમેજીસ  નીકળી.  એને   બતાવી. આ તો એક વાત થઇ કે આંખોની કાળજી લેવી જરુરી છે.  એ હવે વગર કીધે જ સમજી.

     પણ વાળને આગળ આવતાં રોકવા કેમ? નાનાં- લીસા વાળની ઝડપથી થઇ શકે એવી બે-ત્રણ હેરસ્ટાઇલ યુ-ટ્યુબ પરથી શોધી. એને બતાવી. એક રીત અમે બંનેયે મળીને નક્કી કરી.

 શાંતિ!

    વાળ સરસ બાંધેલા અને આંખોને આરામ. એનાં વાળ બીજા દિવસે પણ જાણે ઓળેલા. થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

૨) ખાવામાં નખરાં -  શાળાએ ગયા પછી વધી ગયા.

    પણ હેરાન થાય એ હીરલ નહિં. ગુગલ પર ‘Starvation, food hunger in kids' સર્ચ કર્યું. ઢગલો ઇમેજીસ.

એને બતાવી. અંદરથી ડરી ગઇ. ' મમ્મી,  હું બધું ખાઇશ.'   અને હવે ખાય છે.  એને  બહુ  વિચારો  આવ્યા  કરે છે  - એ  ભૂખ્યાં  બાળકોનાં.  મને પણ…

બીજું કંશું નહિં એને બધાં માટે પ્રાર્થના કરવાનું શીખવું છું કે, દરેકને પેટ ભરીને જમવાનું મળે.

થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

કોઈ પણ ફોટો મોટો જોવા તેની  પર ક્લિક કરો.
મોટા ફોટા પર ક્લિક કરી પાછા વળો !

-- -- --

9 thoughts on “બાળકોને સમજાવવાં અઘરાં છે?”

  1. બાળકોને સમજાવવા અઘરા નથી જો સમજાવવાની રીત આવડે તો !!
    યુ-ટ્યુબ કે ગુગલનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો પરિણામ આવું સરસ જ આવે.

  2. ટેકનોલોજી યુગમાં યુ ટ્યુબ , ગુગલ વડીલોએ બાળ્કોને સમજાવવા શીખવા પડશે.

  3. સાચી વાત આજના ટેકનોલોજી યુગમાં, બાળકોને સમજાવવા વડીલોએ ટેકનોલોજી શીખવી પડશે, યુ ટ્યુબ ગુગલને થેન્ક્સ!

  4. આજકાલ સ્માર્ટ ટેકનૉલોજિના યુગના સ્માર્ટ બાળકોને સમજાવવા પણ એમને સ્પર્શતી ટેકનૉલોજિનો જ ઉપયોગ કરવો રહ્યો.
    હેટ્સ ઑફ હીરલ.

  5. બાળકને ભાષણ નહી તેના જેવડા બની શિખવો. પ્રેમેથી બાળક વશ થાય છે.

    મારા નાના પૌત્રને બાટલી છોડાવવી હતી ! તેના દેખતાં બાટલી ફોડી નાખી.

    તરત સીપી કપમાં પીતો થઈ ગયો.

  6. યુ-ટ્યુબ અને ગુગલ જેવી આજની નવી ટેકનોલોજીનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ આજનાં બાળકોને સમજાવવા માટે સારો કામ લાગે છે એ હિરલ ના અનુભવ ઉપરથી જણાઈ આવે છે. આજનાં બાળકો જાતે જોયા અને સમજ્યા વિના કશું અમલમાં મુકતાં નથી.

  7. વાહ
    જમાના પ્રમાણે બાળકોને સમજાવવાની સ રસ રીતે પહેલા તો વડીલોએ શીખવી પડશે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *