ખમણ, ઢોકળાં, પાતરાં... મોંમાં પાણી આવી જાય તેવી આપણી ખાસંખાસ વાનગીઓ કોને ના ભાવે? ગુજરાતી ન હોય તે પણ એના સ્વાદ માણવા દોડી જાય. અને ઘણા એવા પણ હોય, જેમને આવી વાનગી બનાવવામાં રસ હોય, પણ એના વિશે કશી માહિતી ન હોય.
સુરતના રહેવાસી આપણા મિત્ર શ્રી. રાજેશ કોલડિયાનાં પત્ની દક્ષાબહેન હવે આવી વાનગી બનાવવાનું શીખવતા વિડિયો પીરસી રહ્યા છે! નીચે તેમના થોડાક વિડિયો માણો.
અલબત્ત સ્વાદ તો વાનગી બનાવ્યા પછી જ મળે ને?!
અને.... આ જાહેરાત સાથે 'રસોઈ' બનાવવાની હોબીના નવા વિભાગની પણ શરૂઆત કરવામાં આવે છે. જે કોઈ ભાઈ કે બહેનને આ બાબત જ્ઞાન વહેંચવામાં રસ હોય, તે તેમની સામગ્રી મોકલી આપે ( વાનગી નહીં મોકલે તો ચાલશે !)
અમારા મહેમાન થાવ અને આવી જાવ સુરત વાનગી પણ ખવરાવીએ