ડો. પ્રતાપ પંડ્યાથી આપણે અજાણ નથી જ. ઈ-વિદ્યાલયના ધ્યેય અને મીશનને એમનો મીઠો અને દિલી ટેકો રહ્યો છે. પણ આજથી એમનો સક્રીય સહકાર પણ આપણને મળતો થયો છે. લોક ભારતી - સણોસરાના વિદ્યાર્થી અને જિંદગીભર સન્નિષ્ઠ શિક્ષક રહેલા પ્રતાપભાઈના અનુભવના રંગે રંગાયેલાં લખાણ આપણને મળે - એ આપણો લ્હાવો છે, ઉલ્લાસ છે.
હાલ અમેરિકામાં હોવાથી પોતાની રચનાઓ હાથવગી ન હોવાનો એમને રંજ છે. પણ નવા વર્ષમાં ભારત જઈ આપણને ખુબ ખુબ સામગ્રી મોકલવાની હૈયાધારણ તેમણે આપણને આપી છે.
તેમના આ લેખથી આ શુભ અવસરની શરૂઆત આપણે માણીએ.
ડો. પ્રતાપ પંડ્યાનો પરિચય આ રહ્યો
છેલ્લી અને એક અગત્યની વાત. પ્રતાપ ભાઈને ઈ-વિદ્યાલય પર પ્રદાન કરવા પ્રેરિત કરવા માટે શ્રી. પી.કે.દાવડાનો ખુબ ખુબ આભાર.
વાહ ઘણું સરસ. પ્રતાપ કાકાને ભાવભીનો આવકાર. આપનું ઇવિદ્યાલયના આંગણે સ્વાગત છે.
સંનિષ્ઠ વડીલને આવકારતા આનંદ થાય છે.
સરસ સમાચાર
આ જ્ઞાનયજ્ઞમાં એમના જેવા સંનિષ્ઠ શિક્ષક જોડાય એ આનંદની vaat
સ્વાગતમ્ સ્વાગતમ્ ડો. પ્રતાપ પંડ્યાજી જય હો
Congratulations!
Good News