ઈ - વિદ્યાલયનું અને એનાથી અનેક ગણું વધારે ગુજરાતનાં બાળકો અને વિદ્યાર્થીઓનું સદભાગ્ય છે કે, પહેલેથી જ આપણી સાથે શિક્ષકો રહ્યા છે અને ઉત્તરોત્તર જોડાતા રહ્યાં છે.
એ યાદીમાં બેબીસીટર અને પૂર્વ પ્રાથમિક વાત્સલ્ય સભર શિક્ષિકા પણ છે અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો પણ છે.
એટલું જ નહીં - શિક્ષણ-તજજ્ઞો, અન્ય સંસ્થાઓ સાથે કામ કરતા ઔદ્યોગિક શિક્ષકો અને ભાષાશાસ્ત્રી પણ છે.
એ સૌનો નજારો આ રહ્યો
આપણને સૌને આનંદ થાય એવા સમાચાર એ છે કે, આજના ગુરૂવારના શિક્ષક દિવસે ડો. કિશોરભાઈ પટેલની આગેવાની હેઠળ બીજા ત્રણ શિક્ષકો પણ ગુજરાતનાં બાળકો અને વિદ્યાર્થીઓ માટેના આ યજ્ઞ કાર્યમાં જોડાયા છે.
વિશેષ આનંદની વાત એ છે કે, એક બે વિભાગ માટે નહીં - પણ એક આખેઆખા અને ઈ-વિદ્યાલય માટે અત્યંત જરૂરી એવા સાવ નવા નક્કોર , અભ્યાસ ક્રમની બાબતો આવરી લેતા પ્રદેશમાં આ ચારે તજજ્ઞો ઈ-વિદ્યાલયમાં સંપાદક બનીને ગુજરાતનાં બાળકો અને વિદ્યાર્થીઓને પ્રદાન કરવાના છે.
તેમનું પહેલું પાનું આ રહ્યું -
♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦
સૌ શિક્ષક સાથીઓનું ઈ-વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે.
હાર્દિક સ્વાગત
જય હો …