સાભાર - ગુજરાતી લેક્સિકોન
ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.
ડાંગ જિલ્લો આહવા, સુબીર અને વઘઈ – એમ કુલ 3 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 311 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 1,764 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 2 લાખથી વધુ છે. 75%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આ આખો જિલ્લો ડુંગર-ટેકરીઓ અને વનશ્રી - વિખ્યાત જંગલોથી ભરપૂર છે. જંગલમાંથી વિશાળ પ્રમાણમાં ઇમારતી લાકડું મળે છે ને એનો મોટો ઉદ્યોગ ચાલે છે. આહવા ગુજરાતના ઇમારતી લાકડાંના વેપારનું મોટામાં મોટું મથક છે. આ જિલ્લામાં આવેલું હવાખાવાનું સ્થળ સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. એને વિવિધ રીતે વિકસાવી આકર્ષક વિહારધામ બનાવવામાં આવ્યું છે. ડાંગના આદિવાસી કબીલાઓ ભેગા થઈને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે જેને ‘ડાંગ દરબાર’ તરીકે ઓળખવામાં આવે છે.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.
”હોળેડડગ બાડડ ભોળે તૂં,
સદા શિમગા ખેલે તૂ,
એ હોળીલા મનાવસુ,
પહિલાચ તોરણ ચઢાવસુ,
હોળેગ ભાઇ ભોળે તૂં,
સદા શિમગા ખેળે તૂં.”