- પી.કે. દાવડા
પ્રથમ પાંચ પાઠમાં આપણે કાગળ ઉપર માત્ર પેન્સીલ અને રબ્બરની મદદથી દોરેલા ચિત્રો કેમ બનાવાય એ જોયું. હવે થોડા સમય માટે આપણે માત્ર પેન્સીલ ચિત્રોને વિરામ આપી રંગીન ચિત્રો કેમ બનાવાય એ જોઈશું.
બાળકો માટે રંગીન ચિત્રોની શરૂવાત સુકા રંગોથી કરાય. આ સુકા રંગોમાં મુખ્યત્વે બે પ્રકારના રંગો આવે છે, પેન્સીલ રંગો અને ક્રેયોન રંગો. શરૂઆત પેન્સીલ રંગોથી કરીએ. આ રંગીન પેન્સીલો દેખાવમાં સાદી પેન્સીલ જેવી જ હોય છે, પણ એની અંદર સીસું કે ગ્રેફાઈટને બદલે અલગ અલગ રંગના પદાર્થો ભરવામાં આવે છે. નીચેના ચિત્રમાં બતાવેલી રંગીન પેન્સીલોનો સેટ તમે પણ જોયો હશે.
હવે શરૂઆતમાં કાગળ ઉપર આ રંગો કેવા લાગે છે એ જોવા આપણે નીચે બતાડેલા ચિત્રમાં દેખાડ્યું છે તેમ થોડા નાના ચોરસમાં રંગો પૂરીને જોઈએ.
આ રંગ પૂરવાની પ્રેકટીસ દરમ્યાન બે વાત ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. આખા ચોરસમાં રંગ એક સરખો દેખાવો જોઈએ, ક્યાંક આછો કે ક્યાંક ઘેરો નહીં. બીજું રંગ ચોરસથી જરાબર બહાર નીકળવો ન જોઈએ.
પેન્સીલના રંગોથી સારી રીતે પ્રેકટીસ કર્યા પછી આપણે ક્રેયોન કલરથી રંગીન ચિત્રો બનાવવાની પ્રેકટીસ કરીયે. નીચે બતાવેલા ચિત્રમાં દેખાય છે એવા ક્રેયોન રંગો તમે જરૂર જોયા હશે.

આ રંગો પેન્સીલની અણી કરતાં જાડા હોય છે, એટલે ખૂબ ઝીણા ચિત્રકામ માટે આનો ઉપયોગ ન કરી શકાય. અહીં નીચે ક્રેયોન રંગોથી બનાવેલું એક ચિત્ર આપેલું છે.

આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે રંગ પુરતી વખતે વચ્ચે વચ્ચે કોરો કાગળ દેખાય છે. પેન્સીલના રંગોમાં આવી જગાઓ સહેલાઈથી પૂરી શકાય છે, ક્રેયોન રંગોમાં આ કામ ખૂબ મહેનત માંગે છે.


