- પી.કે. દાવડા
પ્રથમ પાંચ પાઠમાં આપણે કાગળ ઉપર માત્ર પેન્સીલ અને રબ્બરની મદદથી દોરેલા ચિત્રો કેમ બનાવાય એ જોયું. હવે થોડા સમય માટે આપણે માત્ર પેન્સીલ ચિત્રોને વિરામ આપી રંગીન ચિત્રો કેમ બનાવાય એ જોઈશું.
બાળકો માટે રંગીન ચિત્રોની શરૂવાત સુકા રંગોથી કરાય. આ સુકા રંગોમાં મુખ્યત્વે બે પ્રકારના રંગો આવે છે, પેન્સીલ રંગો અને ક્રેયોન રંગો. શરૂઆત પેન્સીલ રંગોથી કરીએ. આ રંગીન પેન્સીલો દેખાવમાં સાદી પેન્સીલ જેવી જ હોય છે, પણ એની અંદર સીસું કે ગ્રેફાઈટને બદલે અલગ અલગ રંગના પદાર્થો ભરવામાં આવે છે. નીચેના ચિત્રમાં બતાવેલી રંગીન પેન્સીલોનો સેટ તમે પણ જોયો હશે.