ઈ-વિદ્યાલય એટલે શિક્ષણ જ નહીં, પણ કેળવણી અને જીવન જીવવા માટેની સમજ. શિક્ષણ અને કેળવણીમાં થયેલ ઉત્ક્રાન્તિનો ઈતિહાસ તપાસીએ તો એ મોટે ભાગે ધર્મ સાથે સંકળાયેલું રહ્યું છે - ગુરૂકૂળ, પાઠશાળા, ચર્ચ -ગ્રામર સ્કૂલ કે મદરેસામાં એના પાયા નંખાયા હતા. આથી ધાર્મિક શિક્ષણ તરફ સૂગ રાખ્યે ન જ ચાલે. જીવનના પાયામાં ધરબાવી જોઈએ એવી નીતિની ઊંડી સમજ અને જાગૃતિ બાળકમાં નાની ઉમરથી કેળવાય - એ ઈ-વિદ્યાલયનું પાયાનું ધ્યેય છે. બીજી બાબતો પછી આવે છે.
બહુ મોડે આ વિભાગ શરૂ થઈ રહ્યો છે, એનું કારણ એ છે કે, આ જટિલ લાગતી બાબત બાળકોને શીરા કે ચોકલેટની જેમ શી રીતે પીરસવી - એ અમારી ઉલઝન રહી છે. મોડે મોડે પણ આ વિભાગ શરૂ કરીને એ દિશામાં આ પહેલું પગલું.
♥ ♥ ♥ ♥ ♥
૧૯૭૬માં વડોદરામાં જન્મેલા શ્રી. ચિરાગ પટેલની આ લખનાર સાથે ઓળખાણ ઈ-વિદ્યાલયના જન્મ પહેલાંથી છે! ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અને સોફ્ટવેર નિષ્ણાત એવા ચિરાગ પટેલ અત્યંત વ્યસ્ત વ્યક્તિ છે, પણ કામ અને ઘર ઉપરાંત અનેક ઠેકાણે સેવા આપવી - એ એમનો ધર્મ રહ્યો છે ! ઈ-વિદ્યાલયમાં સ્ટેજના પદદાની પાછળ એ હાજર હતા અને રહેશે, પણ ભારતીય જીવનના પાયામાં રહેલ વેદિક જીવન પદ્ધતિ અને દર્શન અંગે તેમના લેખથી એમના સ્ટેજ પરના પ્રદાનની આજથી શરૂઆત થાય છે.
Vaah pothya ???
સુ-સ્વાગતમ્