પરીક્ષા, પ્રોજેક્ટ, હોમવર્ક
બધું જ અૉનલાઇન
શાળાની વેબ સાઈટ
અમદાવાદ, તા.21:
ગુગલ ઇન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન અમદાવાદની ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પૂછે છે કે… બ્લેક બોર્ડ અને ગૂગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજા આવે છે? બાળકો હોંશે હોંશે જવાબ આપે છે… ગૂગલ ક્લાસમાં… કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછી ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો બાની ધવનને પૂછે છે કે, મેડમ હવે ફરી ક્યારે અમારી સાથે વાત કરશો…? બાની ધવન જવાબ આપે છે, ટૂંક સમયમાં જ આપણે મળીશું. ચોંકી ગયાને…!
ગૂગલ ઇન્ડિયાના દિલ્હી સ્થિતિ એજ્યુકેશન હેડ બાની ધવન સાથે ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગૂગલ હેંગઆઉટ દ્વારા સીધી વાત કરે છે. કારણ કે… ચાંદલોડિયા પ્રાથમિક શાળામાં ગૂગલ ફ્યુચર ક્લાસરૂમ સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યો છે. આખા દેશમાં આ પ્રથમ ઘટના છે.’
આ વર્ગમાં 30 લેપટોપ, 1 ટચક્રીન પ્રોજેક્ટર, વાઇ-ફાઇ, ઇયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. શાળાનું પોતાનું cpschool.org ના નામનું ડોમેઇન છે. દરેક વિદ્યાર્થીના cpschool.org ના નામનું ઇમેઇલ એકાઉન્ટ ઓપન કરેલું છે. આ ક્લાસરૂમના ઉપયોગ બાબતની તાલીમ પણ શિક્ષકોને આપવામાં આવી હતી.
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપે છે. ઓનલાઇન પ્રોજેક્ટ વર્ક કરાવવામાં આવે છે. શિક્ષક ગૃહકાર્ય પણ વિદ્યાર્થીઓને મેઇલ કરે છે. Googleની Google Classroom, Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવી એપ્લીકેશનનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. ગૂગલ ફ્યુચર ક્લાસરૂમમાં આવ્યા પછી વિદ્યાર્થીઓ શાળાનો સમય પૂરો થયા બાદ પણ શાળામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.’ ગૂગલ ફ્યુટર ક્લાસરૂમ એ IL & FS Education અને ગૂગલના સંયુક્ત ઉપક્રમે ચાલે છે.’
જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ કહે છે કે, ગૂગલ ફ્યુચર ક્લાસરૂમ એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ડીજીટલ લર્નીગ ઝોન છે. જેનાથી 21મી સદીના ચાર કૌશલ્યો ક્રિટિકલ થીંકીંગ, કોમ્યુનિકેશન, કોલોબ્રેશન અને ક્રિએટીવીટી’ વિકસે છે.’
ક્લાસરૂમની વિશેષતાઓ વર્ણવતા શાળાના આચાર્ય રાકેશ પટેલ કહે છે કે, ઓછા વજનનું વિદ્યાર્થી માટે તૈયાર કરેલા લેપટોપ, જે 10 સેકન્ડમાં ચાલુ થઇ જાય છે. બેટરી પૂરો દિવસ ચાલે છે. કમ્પ્યુટર, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, હાઇ ક્વોલિટીની ઓડિયો સિસ્ટીમ, ઇન્ટરનેટ, વાઇ-ફાઇ અને ડીવીડી પ્લેયર, આ તમામ વસ્તુ એક જ ઉપકરણમાં આવી જાય છે. અમારા બાળકો અહીં બેઠા બેઠા વિશ્વ સાથે તાલ મીલાવી શકે છે.
સાભાર – જન્મ ભૂમિ–પ્રવાસી, હર્ષદ કામદાર
આ શાળાની શરૂઆત શી રીતે થઈ?
[ શાળાની વેબ સાઈટ પરથી]
Google has commissioned IMRB International to carry out impact assessment for the “Future Classroom Initiative” in the school. The baseline study was conducted in the school from 13 - 15 October 2016. In this regard, the IMRB team carried out focus group discussions (FGD) and personal interviews with the Principal, students, teachers and parents of the school.
The teachers and students of Chandlodiya School explored Google Docs, Google Slides and Google Sheets to create new year greetings and projects on water and their favourite festival
They also met officials of the Education department to get their viewpoints on this initiative IMRB International (IMRB) is a full-fledged market research firm in India. Established in 1971 in India, it has an enviable track record of providing strategic market solutions by studying markets, customer groups and programs over the last four and a half decades
One thought on “દેશની પ્રથમ ગૂગલ શાળા બની અમદાવાદની એક પ્રાથમિક શાળા!”