ઈ -વિદ્યાલય પર અગાઉ પ્રકાશિત કરેલા આ સમાચારના અનુસંધાનમાં ...
ઈ-વિદ્યાલયનું સ્વપ્ન સાકાર થાય તેવા ભવિષ્યના અણસાર જણાઈ રહ્યા છે. બહુ જ ઝડપથી ગુજરાતના છેવાડે આવેલી સરકારી શાળાઓ સમેત વધુ ને વધુ શાળાઓ મલ્ટી મિડિયા સાધનો અને કોમ્પ્યુટર લેબથી સજ્જ થઈ રહી છે.
તાજેતરના સમાચારો એમ દર્શાવે છે કે, ગુજરાતની ૧૫,૪૯૩ શાળાઓમાં આર્થિક બોજ ઘણો ઘટાડી દે તેવા માસ્ટર સર્વર અને વર્ક સ્ટેશન વસાવવામાં આવ્યાં છે. આ રિપોર્ટ વાંચો.
બીજા એક સમાચાર એવા પણ છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં ૨૬૧ કરોડ ₹ ની જોગવાઈ આવા ધ્યેય માટે કરવામાં આવી છે . ( અહીં ક્લિક કરો... )