જોધપુરથી અમદાવાદની સાલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલા ગેહલોત દંપતિ રિક્ષામાં રુ ચાર લાખ ભરેલું પર્સ ભુલી ગયા,અને ફરિયાદ નોંધાવા વસ્ત્રાપુર પોલીસે સ્ટેશન પર ગયા.
રાણીપ પહોંચી ગયેલા રીક્ષાચાલક નાનજીભાઈ નાયકે રિક્ષાની સીટ પર પર્સ જોયું તરત જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પર પર્સ જમા કરાવવા પહોંચ્યા ત્યારે ત્યાં ગેહલોત દંપતિ પર્સ ગુમ થયાની ફરિયાદ નોંધાવી રહ્યા હતા! અમદાવાદમાં ચોરી લુંટના વધતા કિસ્સા વચ્ચે નાનજીભાઈએ પ્રામાણિકતાનો દિપક પ્રગટાવી અમદાવાદનું નામ રોશન કર્યું,
નાનજીભાઈ તમામ ગુજરાતીઓની સલામના હકદાર બન્યા.
શાબાશ અમદાવાદી નાનજીભાઈ !!
સાભાર - શ્રી. પ્રવીણ પટેલ, વિનોદ પટેલ
કવિ ઉમાશંકર જોશીની જાણીતી પંક્તિઓ યાદ આવીં ગઈ
” “મોટાઓ ની અલ્પતા જોઈ થાક્યો,
નાનાઓ ની મોટાઈ જોઈ જીવું છું”.
જો પ્રત્યેક મિત્ર એમના ગામની શાળા સુધી ઈ-વિદ્યાલયની માહીતિ પહોંચાડે (પ્રિન્સીપાલ કે શિક્ષકોની મારફત) તો થોડો ફરક પડે.
આજના સમાજમાં આવી વ્યક્તિઓ જ પુરવાર કરે છે કે માનવતા નથી મારી પરવારી.
ઈ-વિદ્યાલય પર આવા સમાચારો શિક્ષણ જેટલા જ, બલ્કે વધારે કામના છે.
વાચકોને વિનંતી કે, ચારિત્ર્યનો વિકાસ કરે તેવા, આવા સમાચારની અમને જાણ કરે. ઈ-વિદ્યાલય પર આજથી શરૂ થતી આ નવી શ્રેણી પર એ પ્રકાશિત કરવામાં આવશે.