આ વાત છે કેનેડાના શહેર ટોરોન્ટો નજીકના એક કસબાની. એક રવિવારની સાંજે શાળાના બે છોકરાઓને એક મજાક સુઝી. નજીકથી તેઓ ત્રણ બકરાંને ઉપાડી લાવ્યા. તેમની પર તેઓએ ૧,૨, અને ૪ નંબર રંગ વડે ચિતર્યા અને શાળાના આંગણામાં રાત્રે આ બકરાંને છુટાં મુકી દીધાં. જ્યારે બીજે દિવસે સવારે શાળાના કર્મચારી આવ્યા ત્યારે તેમને કંઈક વિચિત્ર વાસ આવતી લાગી. તે લોકોએ બકરાંની લીંડી દરવાજા નજીક અને પગથિયાં પર પડેલી જોઈ. તેઓને લાગ્યું કે બકરું કે બકરાં સ્કુલમાં આવ્યાં હોવાં જોઈએ.
તપાસ કરવામાં આવી અને ત્રણે ય બકરાં તરત મળી આવ્યાં. પરંતુ સ્કુલના કર્મચારીઓને ચિંતા સતાવવા લાગી કે બકરું નંબર ૩ ક્યાં છે? આખો વખત તે લોકોએ બકરું નં. ૩ ને શોધવામાં કાઢ્યો. પણ તે ન જ મળ્યું.
હોય તો મળે ને?
તે લોકોને હતાશા અને ગભરામણ થવા લાગી. બાકી રહેલ દિવસ માટે તેઓએ છોકરાંને રજા આપી દીધી. શિક્ષકો, પટાવાળા, રખેવાળ, કેન્ટીનમાં કામ કરનારાં, સ્કુલના છોકરાંઓ, બધા જ બકરું નં. ૩ ને શોધવા મંડ્યા. દેખીતું જ છે કે એ મળ્યું જ નહીં, કારણ કે બકરું નં. ૩ નું અસ્તિત્વ જ ન હતું.
બોલો મિત્રો...
તમે આ પરથી શું વિચારો છો?
- નિરંજન મહેતા
નિરંજન ભાઈની મૂળ વાર્તાના અંત ભાગમાંથી….
આપણામાંથી જેઓને સુંદર જીવન મળ્યું છે તેઓ પણ “કંઈક ખુટે છે” એમ માની અસંતોષની લાગણી ધરાવે છે; તેઓ એક ભ્રામક, જેનું અસ્તિત્વ જ નથી તે બકરુ નં 3ની અપેક્ષા રાખે છે. કોઈ બાબતનો અભાવ હંમેશાં જે પોતાની પાસે હોય તેના કરતાં મોટો જ લાગતો હોય છે.
બકરું નં. 3ની ચીંતા છોડો અને ચિંતામુક્ત બનીને જીવન પસાર કરો.
ભૂલ કે નટખટ પણુ, બાળકો ક્ષમા યોગ્ય
ગોવત્સ બાલે શિશુકાકપક્ષમ બધાંતમ ભોજાદલાયતઅક્ષમ
[ કમલનયન બાલકૃશ્ણ ને વાછરડાની પુચ્છહાડી ગોપબાળ ની ચોંટી સાથે બાંધતે જોઈ ને માં યશોદા …..]