અમને જણાવતાં આનંદ થાય છે કે, અમારા ટેક્નિકલ એડમિન શ્રી. ચિરાગ પટેલે એક બહુ જ સરસ બાબત ઈ-વિદ્યાલયને ઉમેરી આપી છે.
વિચારતા કરી દે
તેવો વિચાર !
જે કોઈ વાચક મિત્રને આવા વિચારોમાં ઉમેરો કરવાનું મન થાય, તેમને આ જાહેરાતની નીચે તે જણાવવા આમંત્રણ છે.
ખોટી વસ્તુ કરવા માટે
કોઈ સમય સાચો નથી હોતો.
સાચી વસ્તુ કરવા માટે
કોઈ સમય ખોટો નથી હોતો
**********
આ દુનિયામાં કોઈ પણ માણસ,
પોતાનો ભુતકાળ ખરીદવા જેટલો
ધનિક નથી હોતો.
–
કોઈ પણ ક્ષણ
ન પહોંચી શકાય તેટલી
જૂની થઈ જાય,
તે પહેલાં તેને માણી લો.
**********
જ્યારે તમે
કડવાશને સંઘરો છો;
ત્યારે સુખ
બીજે ક્યાંક
સહારો લઈ લેતું હોય છે.
મારા સંગ્રહમાંથી આજે થોડા સુવિચારો ..
ઘર છોડ્યા વગર રોજીંદા જીવનથી દૂર જવાનો એક માત્ર રસ્તો છે – કળા
– ટ્વાઈલ થાર્પ
મહાનતાની ઉંચાઈઓ સુધી પહોંચવા કોઈ રાજમાર્ગ હોતો નથી, એ તો કાચો ખરબચડો મુશ્કેલ રસ્તો જ હશે.
– સેનેકા
સાચો આનંદ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. – માર્શલ પ્રોસ્ટ
તમે જે કામ, વ્યક્તિ કે વસ્તુને પ્રેમ કરતા હોવ તેના ખેંચાણમાં તમારી જાતને તણાઈ જવા દો. – રુમી