શ્રી. કપિલ સતાણી આમ તો પ્રાથમિક શાળાના શિક્ષક છે, પણ તેમણે કરેલું કામ અદ્વિતિય છે. માત્ર ૩૧ વર્ષની ઉમરમાં જ તેમણે શિક્ષણની સાથે સાથે ગુજરાતી સાહિત્ય અને ખાસ તો બાળ સાહિત્યના ક્ષેત્રોમાં ઘણું અને અવનવું ખેડાણ કર્યું છે.
'શિક્ષણ ખાડે ગયું છે; નવી પેઢી અને તેમનાં મા-બાપ-વાલી ગુમરાહ બની ગયાં છે; શિક્ષકો વ્યાવસાયિક બની ગયા છે.' - આવું ઘણું બધું આપણે બોલીએ કે સાંભળીએ છીએ.
કપિલ ભાઈ આમ ચીલાચાલુ વાણી વિલાસ કરીને અટકી જાય તેવા જણ નથી! જેમ જેમ તેમનો પરિચય થતો જાય છે, તેમ તેમ તેમના વિચાર અને આચાર ઈ-વિદ્યાલયની જડ સાથે મેળ ખાતા જણાયા છે. તેમના વિચારો તેમણે સામે દર્શાવેલ ઈ-બુકમાં વિના મૂલ્યે વહેતા કર્યા છે -
ઈ વિદ્યાલય પર તેમનું પહેલું પ્રદાન 'જંગલમાં સાક્ષરતા અભિયાન' આ રહ્યું.
આ વાત જંગલ જેવા બની ગયેલા સમાજને માટે દિવાદાંડી જેવી નથી લાગતી?!