ઘણા વિદ્યાર્થીઓ માટે ગુણાકાર એ માથાનો દુખાવો છે પણ કેલ્ક્યુલેટર હોવાથી હવે તે સરળ બની જાય છે. પણ કેલ્ક્યુલેટર ન હોય અને ગુણાકાર કરવા હોય ત્યારે? તેમાંય બે જુદી જુદી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યારે? આ માટે કેટલીક સરળ રીતો નીચે આપું છું.
સૌ પહેલા તો એકદમ સરળ ગુણાકારની વાત. જ્યાં ગુણાંકમાં છેલ્લે પાંચનો આંકડો હોય ૫,૧૫, ૨૫ ,....તે માટે યાદ રહી જાય તેવી રીત.
પાંચથી ગુણાકાર
તે સંખ્યાની પાછળ એક શૂન્ય મૂકી જવાબ આવે તેના અડધા કરવા.
- ૨૫x૫
- ૨૫x૧૦= ૨૫૦
- તેના અડધા ૧૨૫
- ૩૭x૫
- ૩૭x૧૦= ૩૭૦
- તેના અડધા ૧૮૫
- ૧૩૨x૫
- ૧૩૨ x ૧૦ = ૧૩૨૦
- તેના અડધા ૬૬૦
૧૫થી ગુણાકાર
સંખ્યા પાછળ શૂન્ય મૂકી જે જવાબ આવે તેમાં તેના અડધા ઉમેરી દેવાના
- ૩૩x૧૫
- ૩૩x૧૦ = ૩૩૦
- ૩૩૦ + ૧૬૫ = ૪૯૫
- ૧૧૪x૧૫
- ૧૧૪x૧૦= ૧૧૪૦
- ૧૧૪૦+ ૫૭૦ =૧૭૧૦
૨૫થી ગુણાકાર
સંખ્યા પાછળ બે શૂન્ય મૂકી તેનો ચોથો ભાગ કરવો
- ૧૮x૨૫
- ૧૮x૧૦= ૧૮૦૦
- ચોથો ભાગ ૪૫૦
- ૧૪૮x૨૫
- ૧૪૮x૧૦ = ૧૪૮૦૦
- ચોથો ભાગ ૩૭૦૦
૩૫થી ગુણાકાર
થોડુક મહેનતવાળું છે. આમાં સંખ્યાની પાછળ શૂન્ય મૂકી જવાબને ચાર ગણી કરો અને જે જવાબ આવે તેનો આઠમો ભાગ બાદ કરો એટલે જવાબ તૈયાર
- ૧૬x૩૫
- ૧૬x૧૦ = ૧૬૦
- ૧૬૦ x૪ = ૬૪૦
- ૬૪૦– ૮૦ = ૫૬૦
- ૧૬૫x૩૫
- ૧૬૫x૧૦ = ૧૬૫૦
- ૧૬૫૦ x૪ = ૬૬૦૦
- ૬૬૯૯– ૮૨૫ = ૫૭૭૫
આગળ જતાં આ સરળ રીત થોડી અઘરી થતી જશે.
૪૫થી ગુણાકાર
સંખ્યાને ઉપર પ્રમાણે પાંચ ગણી કરી તેમાં એક શૂન્ય લગાડો અને પછી તેનો દસમો ભાગ બાદ કરો.
- ૪૪x૪૫
- ૪૪x૫ = ૨૨૦
- ૨૨૦૦-૨૨૦= ૧૯૮૦
- ૧૨૩x૪૫
- ૧૨૩x૫ = ૬૧૫
- ૬૧૫૦-૬૧૫= ૫૫૩૫
૫૫થી ગુણાકાર
૪૫ની રીત છે એ જ રીત પણ છેલ્લે દસમો ભાગ બાદ કરવાને બદલે ઉમેરવાનો
- ૬૧x૫૫
- ૬૧x૫ = ૩૦૫
- ૩૦૫૦ + ૩૦૫ = ૩૩૫૫
- ૧૬૮x૫૫
- ૧૬૮x૫ =૮૪૦
- ૮૦૪૦ +૮૦૪ = ૮૮૪૪
૬૫થી ગુણાકાર
સંખ્યાને છથી ગુણો અને તેમાં સંખ્યાની અડધી રકમને ઉમેરો. આવેલા જવાબને દસ થી ગુણો.
- ૨૭x૬૫
- ૨૭x૬ = ૧૬૨
- ૧૬૨ +૧૩.૫ = ૧૭૫.૫
- ૧૭૫.૫x ૧૦= ૧૭૫૫
- ૧૪૪x૬૫
- ૧૪૪x૬ = ૮૬૪
- ૮૬૪ +૭૨ = ૯૩૬
- ૯૩૬x ૧૦= ૯૩૬૦
૭૫થી ગુણાકાર
સંખ્યાની પાછળ બે શૂન્ય લગાડી તેનો ચોથો ભાગ બાદ કરવો
- ૫૭x૭૫
- ૫૭x૧૦૦ = ૫૭૦૦
- ૫૭૦૦/ ૪ = ૧૪૨૫
- ૫૭૦૦ + ૧૪૨૫ = ૪૨૭૫
- ૨૧૩x૭૫
- ૨૧૩x૧૦૦= ૨૧૩૦૦
- ૨૧૩૦૦/ ૪ = ૫૩૨૫
- ૨૧૩૦૦ - ૫૩૨૫= ૧૫૯૭૫
૮૫થી ગુણાકાર
થોડું વધારે અઘરૂં છે. તે માટે સંખ્યાને આઠથી ગુણો અને તેમાં સંખ્યાની અડધી રકમને ઉમેરો. આવેલા જવાબને દસથી ગુણો.
- ૫૬x૮૫
- ૫૬x૮ = ૪૪૮
- ૫૬/ ૨ = ૨૮
- ૪૪૮ + ૨૮ = ૪૭૬
- ૪૭૬x૧૦= ૪૭૬૦
- ૧૩૨x૮૫
- ૧૩૨x૮ = ૧૦૫૬
- ૧૩૨/ ૨ = ૬૬
- ૧૦૫૬ + ૬૬ = ૧૧૨૨
- ૧૧૨૨x ૧૦= ૧૧૨૨૦
૯૫થી ગુણાકાર
આ એકદમ સહેલી રીતે ગણી શકાય. આમાં રકમની પાછળ બે શૂન્ય મૂકી તેમાંથી સંખ્યાની પાંચ ગણી રકમ બાદ કરો.
- ૭૧x૯૫
- ૭૧x૧૦૦= ૭૧૦૦
- ૭૧x૫ - ૩૫૫
- ૭૧૦૦ - ૩૫૫ = ૬૭૪૫
- ૨૧૨x૯૫
- ૨૧૨x૧૦૦= ૨૧૨૦૦
- ૨૧૨x૫ = ૧૦૬૦
- ૨૧૨૦૦ - ૧૦૬૦ = ૨૦૧૪૦
આમ ગુણાકમાં છેલ્લે પાંચ આવે તેની વાત થઇ પણ પાંચ સિવાયની ગુણાંક સંખ્યા હોય તે માટે જુદી રીત છે જે હવે પછી.
- નિરંજન મહેતા
સરસ