અમરેલી જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

આ લોગો પર ક્લિક કરો

   અમરેલી જિલ્લો અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સાવરકુંડલા, વાડિયા – એમ કુલ 11 તાલુકાનો બનેલ છે. અમરેલી જિલ્લામાં 617 જેટલાં ગામડાં આવેલાં છે. અમરેલી જિલ્લાનો કુલ વિસ્તાર 6,760 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 15 લાખથી વધુ છે. 74%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે. 

    અમરેલી જિલ્લો તેના મગફળી અને શેરડીના ઉત્પાદનને કારણે જાણીતો છે. આ ઉપરાંત પીપાવાવ બંદર નજીક પણ ઉદ્યોગધંધાનું વિસ્તરણ થયું છે. ગુજરાત રાજ્યનું આ એક સૌથી ઝડપથી વિકસતું બંદર છે. અમરેલી જિલ્લામાં આવેલું સાવરકુંડલા વજન માપવાના કાંટાઓ બનાવવા માટે પ્રખ્યાત છે. નાગનાથ મંદિર અને શ્રીનાથજીની હવેલી અમરેલીના જોવાલાયક ધાર્મિક સ્થળો છે જ્યારે તુલસીશ્યામ, ઉના, દેલવાડા અને કનકાઈ અમરેલી જિલ્લાનાં અગત્યનાં જોવાલાયક સ્થળો છે.

       સાવરકુંડલાના ડોક્ટર દંપતિ  પ્રફુલ્લ અને ઇન્દિરા શાહે તેમની સ્વર્ગસ્થ દીકરીના સ્મરણાર્થે શરૂ કરેલ લાયબ્રેરી પ્રવૃત્તિ અદભૂત છે. તેમના વિશે અહીં વાંચો.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- --
તુલસીશ્યામ મંદિર
ગરમ પાણીના કુંડ, તુલસીશ્યામ
નાગનાથ મંદિર, અમરેલી
પીપાવાવ બંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *