સાભાર - ગુજરાતી લેક્સિકોન
આણંદ જિલ્લો આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર અને ઉમરેઠ એમ – કુલ 8 તાલુકાનો બનેલ છે. આણંદ જિલ્લામાં 350 જેટલાં ગામડાં આવેલાં છે. આણંદ જિલ્લાનો કુલ વિસ્તાર 2,942 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 20 લાખથી વધુ છે. 84%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આણંદ જિલ્લાનું મુખ્ય મથક આણંદ છે. વિશ્વભરમાં જાણીતી બનેલી અમૂલ ડેરી આ જિલ્લામાં આવેલી છે. આ જિલ્લો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી.)ને કારણે પણ ભારતભરમાં જાણીતો છે. આ જિલ્લામાં આવેલ ખંભાત એનાં સુતરફેણી, હલવાસન, પાપડચવાણું અને અકીક ઉદ્યોગ માટે જાણીતું છે જ્યારે ધુવારણ તાપવિદ્યુતમથકના ( Thermal power plant) કારણે જાણીતું છે.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.