આનંદ કન્યાશાળામાં કન્યાઓ મન મુકીને પોતાની અભિવ્યક્તિ માટે ચિત્રો દોરી શકે, તે માટે એક દિવાલને કાળા રંગથી રંગાવવામાં આવી છે. એની ઉપર કન્યાઓ ચાકથી એમને વિચાર આવે તેવાં ચિત્રો દોરે છે.
આનંદ કન્યાશાળાના શિક્ષકો છાયાબહેન ઉપાધ્યાય અને મહેશ મેકવાને આવાં ચિત્રોના થોડાક ફોટા તેમની ફેસબુકની દિવાલ પર મુક્યા હતા. અમને આ વિચાર ગમ્યો અને તેમને આ ફોટા ઈ-વિદ્યાલય પર વાપરવા દેવા વિનંતી કરી, અને તેમણે એ સહર્ષ વધાવી લીધી.
આવા થોડાક ચિત્રોનો વિડિયો માણો અને કન્યાઓને અને તેમને આવી સવલત પૂરી પાડવા માટે શાળાના સંચાલકોને વધાવો.