ગુજરાતી શબ્દ ભંડાર – વિડિયો સ્વરૂપે

    'ઈ-વિદ્યાલય'માં બાળકો માટે વિડિયો બનાવવા એ નવી વાત નથી. ખરેખર તો ઈ-વિદ્યાલયની શરૂઆત જ ૨૦૧૧ ની સાલમાં આ યજ્ઞથી હીરલે કરી હતી.  શબ્દ-ભંડારના વિડિયો બનાવવાની શરૂઆત હીરલની પ્રેરણા અને સહકારથી આ લખનારે કરી હતી. પણ પછી એ કામમાં રૂકાવટો આવી. સદભાગ્યે અને પરમ તત્વની કૃપાથી શ્રીમતિ મૌલિકા દેરાસરીનો અવાજ અમને મળ્યો અને એ યજ્ઞ અથવા  હળવાશથી કહીએ તો - 'એ જમણવાર(!)' -  આજથી ફરી શરૂ થાય છે - રસોડાનાં સાધનોથી!

   શ્રીમતિ મૌલિકા દેરાસરી મૂળ નડિયાદનાં,  પણ પતિ ભાવેશભાઈ સાથે સુરતમાં વસે છે. તેમનો સાત વર્ષનો પુત્ર વિશ્વમ્ તો હવે આવા શબ્દો માટે ઘણો મોટો થઈ ગયો છે. પણ ગુજરાતનાં નાનાં નાનાં ભુલકાંઓ માટે તેમનો પ્રેમ વિશ્વમ્   માટે હોય , તેવો જ છે.  

તેમના જ શબ્દોમાં...

     હિરલબેનના કામથી હું પહેલેથી પરિચિત છું. ગર્વ થાય એવું કામ હાથમાં લીધું છે. એમની સાથે થોડા વર્ષ પહેલાં ફોન પર પણ વાત થઈ હતી.  મને ઘણીવાર થતું પણ કઈ રીતે મદદરૂપ થઉં એ સવાલ હતો. તમે અવાજનું કામ કહ્યું એટલે ભાવતું હતું ને વૈદે કહ્યું જેવું થયું.
     જો કે, મારે અહીં ત્રણ જેટલી જોબ છે, સિવિલ હોસ્પિટલ, આકાશવાણી અને એડવર્ટાઈઝ કંપનીમાં ગુજરાતી કન્ટેન્ટ રાઈટર અને કોપી રાઈટર. ઉપરાંત ફ્રીલાન્સ કામ અલગથી. દીકરો ૭ મા ધોરણમાં છે, અને ઘરનું કામ તો ખરું જ. એટલે ઈચ્છવા છતાં વધુ મદદ નથી કરી શકતી.
     છતાં થશે એટલું તો કરીશ જ. 
     આ વિડિયો ગુજરાતનાં નાનકડાં ભુલકાંઓને , એમનાં માવતરને/ વાલીઓ સુધી પહોંચાડવા અમે તમારો સહકાર અને શુભેચ્છા વાંછીએ છીએ.

નોંધ -  શબ્દ ભંડારના બીજા વિડિયો અને હીરલની દીકરી જિના એ માણી રહી છે, તેનો વિડિયો પણ આ જાહેરાત સાથે સામેલ કર્યા છે.

--
--
--

3 thoughts on “ગુજરાતી શબ્દ ભંડાર – વિડિયો સ્વરૂપે”

  1. આપ સૌનો વિશ્વ બાલ્ય શિક્ષા અભિયાન …એટલે ઈ વિદ્યાલયનો જગ કલ્યાણી યજ્ઞ

    ખૂબ ખૂબ અભિનંદન…સરસ ઉમદા સહયોગ માટે

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *