- જિગીષા પટેલ
વ્હાલા બાળમિત્રો,
તમે બધા સ્કૂલમાં ગણિત,વિજ્ઞાન,સમાજશાસ્ત્ર ને જુદી જુદી ભાષાઓ વગેરે ભણો છો અને તેમાં ખૂબ ધ્યાન આપો છો. તમારા માતા-પિતા પણ આ વિષયોમાં તમારા કેટલા માર્કસ આવ્યા તેનું જ ધ્યાન રાખેછે. ખરુંને?
પરતું સંગીત,ચિત્ર,નૃત્ય ,સિવણ,શિલ્પ, કસરત જેવા વિષયો પર પણ તમે ભણવાના વિષય જેટલું ધ્યાન આપોછો? તમને ખબર છે કે, જીવનમાં આર્ટ અને કલા નું પણ ભણતર જેટલું જ મહત્વ છે? હવે દેશ અને દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. હવે તમે ડોકટર ,એન્જિનિયર, વકીલ કે મેનેજર તરીકે જ તમારી કારકિર્દી ઘડો - એવું જરુરી નથી રહ્યું. હવે તમને જેમાં પણ રસ હોય તે મનગમતા કામમાં કારકિર્દી બનાવી શકો.
તમને સંગીતમાં રસ હોય તો ગાયક કે સંગીતકાર બની શકો છો. નૃત્યમાં રસ હોય તો નર્તક બની શકો કે, નૃત્ય એકેડમી પણ ખોલી શકો. નાટકમાં પણ અદાકાર બની શકો. ચિત્રમાં રસ હોય તો ચિત્રકાર કે ચિત્રકળા શીખવવાના કલાસ પણ શરૂ કરી શકો. ફેશનમાં રસ હોય તો ફેશન ડીઝાઈનર પણ બની શકો.
હવે એક ડોકટર કેએન્જિનિયર જેટલી નહી બલ્કે તેમનાથી પણ વધારે કમાણી આર્ટિસ્ટ કરી શકેછે. અરે!આ આર્ટ ને કળા તો એવી ચીજ છે જો તમને તેમાં મઝા આવતી હોય તો; તમે તમારો ધંધો કરતા હોય તો નવરાશના સમયમાં તે કલા દ્વારા આનંદ મેળવી શકો. આર્ટના વિષયોમાં પણ એટલેજ રસ લેવો જરુરી છે કારણ કે, આગળ જતા જીવનમાં ડગલે ને પગલે તેની જરુર પડે છે.
હું તમને મારો જ દાખલો આપું. હું નાની હતી તો ચિત્રના પિરીયડમાં હમેશાં ધ્યાન નઆપું ને મિત્રો સાથે વાતો કરું. કોઈ ચિત્ર દોરું નહી. પરીક્ષામાં મેં સાચવીને રાખી મૂકેલ મારી મોટીબહેનના ચિત્રો બતાવી દઉં! આ ખોટા કામની સજા મને મળી જ. હું મોટી થઈ ને મારે ફેશન ડીઝાઈનર બનવું હતું. પણ તેમાં ડીઝાઈન તો દોરવી જ પડે. મારે ત્યારે સ્કેચ દોરતાં શીખવું પડ્યું.જ્યારે નાની હતીત્યારે ધ્યાન આપ્યું હોત તો, આવું ન થાત.
આપણા દેશના ખૂણેખૂણાંમાં જાતજાતની અને ભાતભાતની કલાકારીગીરી પડેલી છે.તે બધા ને આપણે જાણીને ફેશનમાં, ચિત્રોમાં, ફોટોગ્રાફી ને શિલ્પમાં કેવી રીતે ઉપયોગમાં લેવા?- તેની વાત આપણે હવે પછી કરીશું. રોજબરોજનાં જીવનમાં પણ એ કેવી રીતે અને કયાં ઉપયોગી થાય તે તમને બતાવીશ; જેથી તમે પણ રસપૂર્વક આર્ટને સમજો.
નોંધ - નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.
I am a student reading in Gujarati E.VidyalayThat means “Vidya Nu Alaya.”
Wants all teachers to educate and attract Surfers.
ENJOY LEARNING AND KEEP SURFING!!
really very happy to hear about all our friends hobby as art-literature etc after coming from different professions.
જિગીષાબહેનની વાતમાં ટેકો પૂરાવતી થોડીક વાત..
૧. આપણા મિત્ર જતિન ભાઈ B.Sc. ( Chemistry) ની ડીગ્રી ધરાવે છે. પણ તેમના જીવનનો બહુ અગત્યનો ભાગ લાર્સન એન્ડ ટોબ્રો કમ્પનીમાં કાર્ટૂન બનાવવામાં વીતાવ્યો છે.
૨. આપણા મિત્ર શ્રી. પી.કે.દાવડા વ્યવસાયે સ્ટ્રક્ચરલ એન્જિ. હતા. પણ નિવૃત્તિ બાદ સાહિત્યિક પ્રવૃત્તિ ઘણા વર્ષોથી કરતા રહયા છે. આપણને હવે તેઓ ચિત્રકળા વિશે એક શ્રેણી આપી રહયા છે.
૩. ઈ-વિદ્યાલયની સ્થાપક હીરલ શાહ વ્યવસાયે I.T. professional છે. પણ તેણે આદરેલો આ યજ્ઞ કાબિલે દાદ છે.
૪. આ લખનાર વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિ. અને મેનજર હતો. પણ નિવૃત્તિ બાદ વિવિધ હોબીઓએ તેના જીવનને સભર બનાવી દીધું છે.
અને….
આવા સેંકડો દાખલા ટાંકી શકાય તેમ છે જ.