આજના બાળદિને એક નવાં લેખિકા ઈ-વિદ્યાલયના યજ્ઞમાં હોતા બન્યાં છે. શ્રીમતિ જિગીષા પટેલ સાન ફ્રાન્સિસ્કોના મિલપિટાસ કાઉન્ટીમાં રહે છે. મૂળ અમદાવાદનાં રહેવાસી જિગીષાબહેનને બાળપણ અને કિશોરાવસ્થામાં સાહિત્ય / કળાનો અદભૂત સંગ મળ્યો હતો. લગ્ન પછી વેપાર/ ઉદ્યોગ સાથે સંકળાયેલા કુટુમ્બમાં તેઓ જોડાયાં. અમેરિકા આવ્યા બાદ બાલ્યકાળના તેમના કળાપ્રેમને મુક્ત મેદાન મળી ગયું.
ફેશન ડિઝાઈન/ હસ્તકળા અને વિવિધ હોબીઓમાં જિગીષાબહેનને હથોટી બેસેલી છે, આપણને તેઓ દર બુધવારે વિવિધ હોબી વિશે સામગ્રી પીરસવાનાં છે.
દાવડાના આંગણાં પર તેમનો વિગતે પરિચય અહીં વાંચો ...
'બેઠક' પર પણ તેઓ સરસ લેખ અને વાર્તાઓ લખે છે. આ રહ્યાં...
છેલ્લી અને એક અગત્યની વાત. જિગીષાબહેનને ઈ-વિદ્યાલય પર પ્રદાન કરવા માટે પ્રેરિત કરવા માટે શ્રી. પી.કે.દાવડાનો ખુબ ખુબ આભાર.
આદરણીય જિગીષાબેન, દાવડાકાકાના આંગણે આપનો પરિચય વાંચ્યો. આપે જણાવ્યું કે આપનું જીવન અનેક વળાંકોમાંથી પસાર થયું છે પણ એક ખાસ વાત
નોંધવી જ રહી કે
સાદગી, સેવા અને સાહિત્યનો ત્રિવેણી સંગમ આપના જીવન સાથે જોડાયેલો છે અને એની સુવાસ ઇવિ પર જાણવા અને માણવા મળશે જે
ગર્વની વાત છે.
વાહ બહુ સરસ. બાળ સાહિત્યની સાથે હવે બાળકો માટે નવી નવી કરામતો જાણવા ને માણવા મળશે.
ખરેખર ઘણાં વાલીઓ, બાળકો અને શિક્ષકોને ઇવિદ્યાલય ઘણું ઉપયોગી છે. અને રહેશે.
જિગીષાબેન, આપનું ઇવિના આંગણે સ્વાગત છે